Western Times News

Gujarati News

અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની વકી

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે એવી શક્યતા- રાજ્યમાં પાંચ દિવસ ભારે વરસાદ પડવાની આગાહી

(એજન્સી)અમદાવાદ, રાજ્યમાં છેલ્લાં કેટલાંક દિવસોથી કેટલાંક વિસ્તારોમાં વરસાદી વાદળો મંડરાઈ રહ્યા છે. રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં હજુ પણ પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા છે. જેથી પાંચ દિવસ રાજ્યમાં ભારે વરસાદ પડી શકે છે.

સાથે જ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડે એવી શક્યતા છે. સાથે જ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદની વકી છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની આગાહી છે. જેના પગલે માછીમારોને આજે અને આવતીકાલે દરિયો ન ખેડવા માટે ચેતવણી આપવામાં આવી છે.

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અમદાવાદ શહેરમાં પણ વરસાદની આગાહી છે. આ સિવાય ગાંધીનગર, પાટણ, મહેસાણા, બનાસકાંઠા સહિતના કેટલાંક વિસ્તારોમાં મેઘમહેર જાેવા મળશે. તો આજે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જેના પગલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ અલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, નવસારી, વલસાડ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ડાંગ સહિતના વિસ્તારોમાં પણ અતિભારે વરસાદ વરસી શકે છે. પોરબંદર, અમરેલી, ભાવનગર, બોટાદમાં પણ મેઘરાજા મહેરબાન થાય એવી શક્યતાઓ છે.

ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, જૂનાગઢ, ભાવનગરમાં ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ સિવાય આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છેજેથી નવસારી અને વલસાડમાં પણ રેડ અલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરત, તાપી અને ડાંગમાં પણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી તરફ, રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં વહેલી સવારથી જ વરસાદ જાેવા મળી રહ્યો છે. મહત્વનું છે કે, વલસાડમાં સવારે બે કલાકમાં એક ઈંચથી વધારે વરસાદ જાેવા મળ્યો હતો. સાબરકાંઠાના વડાલી, મહેસાણાના ખેરાલુમાં એક ઈંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય અરવલ્લીના ભીલોડામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો છે.

એવા પણ રિપોર્ટ સામે આવ્યા છે કે, સવારે ૧૧ જેટલાં તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ જાેવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વહેલી સવારથી વરસાદ જાેવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી રહ્યો છે.

તો રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ બાદ વરસાદી પાણી ફરી વળ્યા હતા. જેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી અને જનજીવન ઠપ થયું હતું. અરવલ્લીના ભીલોડા વિસ્તારમાં ધોધમાર વરસાદ જાેવા મળ્યો હતો. ભીલોડાના લીલછા, માંકરોડા, ખલવાડ સહિતના આસપાસના વિસ્તારોમાં વરસાદે માઝા મૂકી છે.

જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ હતી. ગુજરાતમાં હજુ સુધી સીઝનનો ૭૬ ટકા વરસાદ નોંધાયો છે.સાબરકાંઠામાં ખેડબ્રહ્મા, વડાલી, રવિપુરા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો ધોધમાર વરસ્યો છે. વડાલીમાં એક જ કલાકમાં એક ઇંચ વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જણાયા. ખેડબ્રહ્માના રાધીવાડા, મેત્રાલ, માતાજીકંપામાં વરસાદી માહોલ જાેવા મળી રહ્યો છે. આ તરફ હિંમતનગરના ગાંભોઇ, રૂપાલ, ગાંધીપુરા અને વાવડીમાં પણ વરસાદ થતા ખેડૂતોમાં હરખની લાગણી ફરી વળી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.