ખંભાલી ગામેથી ગુમ થનાર સ્ત્રીને શોધી કાઢવામાં LCB સ્કવોડને મળી સફળતા
(પ્રતિનિધિ) વડોદરા, પોલીસ અધિક્ષક ખેડા નડીયાદનાઓએ હાલમાં જીલ્લામા મહિલાઓ તેમજ બાળકોની સુરક્ષા અંગે તકેદારી રાખવા તેમજ ગુમ થયેલ મહીલા / બાળકોને શોધી કાઢી તેમના પરિવારને સોંપવા બાબતે જીલ્લાના તમામ થાણા અમલદારોને તેમજ પો.ઇન્સ એલ.સી.બી. / મહીલા / એસ.ઓ.જી. / મીસીંગ સેલ નાઓને ખાસ સુચના કરેલ .
જે સુચનાની અમલવારીના ભાગરૂપે એ.વી.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટર એલ.સી.બી. ખેડા – નડીયાદ નાઓના માર્ગદર્શન મુજબ કે.બી. બારોટ પો.સ.ઇ. પેરોલફર્લો / મીસીંગસેલ ખેડા નડીયાદ નાઓની સાથે હેડકો . રાકેશકુમાર પેરોલ ફર્લો , વુ.હેઙ.કો – સાધનાબેન તથા પો.કો – પ્રદિપસિંહ એલ.સી.બી ખેડા – નડીયાદ નાઓની ટીમ પેટ્રોલીંગમાં હતા ,
દરમ્યાન મહેમદાવાદ પો.સ્ટે . ગુમ જાણવા જાેગ નંબર -૨૪ / ૨૦૨૨ તા .૦૪ / ૦૬ / ૨૦૨૨ કલાક ૧૮/૦૦ તથા સ્ટે.ડા એન્ટ્રી નંબર -૧૧ / ૨૦૨૨ મુજબના કામે ગુમ થનાર હંશાબેન વા / ઓ રાહુલભાઇ વિરેન્દ્રભાઇ ચૌહાણ ઉ.વ -૨૨ રહે.ખંભાલી , ભાવસાર ફળીયુ
તા.મહેમદાવાદ જી.ખેડા નાની કે જે ગઇ તા .૧૯ / ૦૫ / ૨૦૨૨ ના રોજ રાત્રીના કલાક ૦૫/૦૦ વાગે પોતાની સાસરી ખંભાલી ગામેથી કોઇને કહ્યા વગર જતા રહેલ હોય જે ગુમ થનાર બહેન આણંદ જીલ્લાના સામરખા ગામે હોવાની સચોટ માહીતી પો.પ્રદિપસિંહ નાઓને મળતા બાતમી હકીકત આધારે સદરી બહેનને સામરખા ખાતેથી શોધી લાવી મહેમદાવાદ પો.સ્ટે . આગળની વધુ કાર્યવાહી સારૂ સોંપવામાં આવેલ છે .