કાલોલ PWD કવાટર્સની પાછળ જુગાર રમતા ૮ જુગારીઓ ઝડપાયા
(પ્રતિનિધિ) ગોધરા, ગોધરા એલ.સી.બી. પોલીસે કાલોલ પી.ડબલ્યુ.ડી કવાટર્સની પાછળ ખુલ્લામાં ગંજી પાના પત્તાનો જુગાર રમતા કુલ ૮ જુગારીયાઓને પકડી પાડી રોકડા રૂ .૫૨,૪૦૦ નો જુગારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો એલ.સી.બી. ગોધરા નાઓની ચોક્કસ બાતમી હકીકત મળેલ કે
કાલોલ શહેરમાં પી.ડબલ્યુ.ડી કવાટર્સની પાછળના ભાગે આવેલ ખુલ્લી જગ્યામાં જમીન ઉપર બેસી કેટલાક માણસો ભેગા મળી ગંજી પાના પત્તાનો પૈસાથી હારજીતનો જુગાર રમી રમાડે છે અને હાલમાં જુગાર રમવાની પ્રવૃતિ ચાલુ છે તેવી મળેલ બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ સ્ટાફના માણસો દ્વારા જુગારની રેઇડ કરવામાં આવતા
(૧)વિરેંદ્રસિંહ કનુભાઈ પરમાર રહે . કાલોલ વૃંદાવન સોસાયટી પી.ડબ્લ્યુ ડી કવાટર્સ ની પાછળ તા . કાલો (૨)કલ્પેશભાઈ અરવિંદભાઈ સોલંકી રહે . કાલોલ ભાગ્યોદય સોસાયટી તા . કાલોલ(૩) ભાવેશકુમાર દલશુખભાઈ સોલંકી રહે . બાકરોલ મંદિર વાળુ ફળીયુ તા.કાલોલ
( ૪)નિરજ ઉર્ફે નિરંજન વિનયભાઈ પાસવાન રહે . કાલોલ જી.આઈ.ડી.સી. કોલોની મ.ન. સી / ૮૨ તા . કાલોલ (૫ )રવિ રમેશભાઈ દરજી રહે . વૃંદાવન સોસાયટી કાલોલ તા . કાલોલ (૬)નિલકુમાર ઉર્ફે નાથો અરૂણભાઈ પટેલ રહે . ડેરોલ સ્ટેશન રોડ કાળયાની વાડી પાછળ તા . કાલોલ
(૭) ઉર્વિશકુમાર સોમાભાઈ સોલંકી રહે . કાલોલ રેફરલ હોસ્પિટલ પાછળ તા . કાલોલ(૮) મહેશ અંબાલાલ પટેલ રહે . કાલોલ કલાલ ઝાપાં પાસે તા . કાલોલ પોલીસે અંગ ઝડતીમાંથી રોકડા રૂપિયા કુલ રૂ . ૪૦૪૭૦ દાવ ઉપરના રોક્ડા રૂ . ૧૧૯૩૦ કબ્જે લીધા હતા ઉપરોકત પકડાયેલા આરોપીઓ વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરી કાલોલ પોલીસ સ્ટેશનમાં જુગાર ધારાની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો .