Western Times News

Gujarati News

ઝઘડિયા તાલુકામાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી

Jhagadia Vishwa Aadivasi Day

(પ્રતિનિધિ) ભરૂચ, ૯ મી ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની દેશભરમાં ભારે ઉત્સાહસભર વાતાવરણમાં ઉજવણી થઈ રહી છે.ત્યારે ભરૂચ જીલ્લાના ટ્રાઈબલ તાલુકામાં ગણના થતી એવા ઝઘડિયા તાલુકામાં પણ વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

બીટીપી,બીટીટીએસ તથા અન્ય આદિવાસી સંગઠનો ઉપસ્થિત રહી અરસ પરસ વિશ્વ આદિવાસી દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આદિવાસીઓની સંસ્કૃતિ,પરંપરા અને પ્રકૃતિને સાચવી રાખવાની, સમગ્ર આદિવાસી સમાજ એક મંચ પર આવે અને પ્રકૃતિને બચાવવાનો સંકલ્પ લે તેવી વાત કરવામાં આવી હતી.

આ પ્રસંગે આદિવાસીઓના અધિકારની વાત ઉચ્ચારવામાં આવી હતી.શિડયુલ પાંચ અને સીડ્યુલ છ નો સંપૂર્ણપણે અમલ થાય તેવા સહીયારા પ્રયાસો ધરવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. પર્વતા રોહક આદિવાસી મહિલા સીમા ભગતે જણાવ્યું હતું કે વિશ્વ આદિવાસી દિન નિમિત્તે આજે હું ખૂબ ગર્વની લાગણી અનુભવ છું.

તેમણે જણાવ્યું હતું કે આજે હું ગર્વ અનુભવ છું કે છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવાએ જે આદિવાસી અસ્તિત્વને ટકાવી રાખવા માટે અમૂલ્ય યોગદાન આપ્યું છે તેને બિરદાવું છુ. ઝઘડિયા ખાતે યોજાયેલ કાર્યક્રમ રેલી સ્વરૂપે ઝઘડિયા ચાર રસ્તા થી બજાર એપીએમસી થઈ રાજપારડી તરફ રવાના થઈ હતી અને રાજપારડી ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું.

ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સિનિયર ઉપપ્રમુખ બચુભાઈ વસાવા ૯મી ઓગસ્ટ આદિવાસી દિનની ઉજવણી નિમિત્તે ઝઘડિયા ઉપસ્થિત રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે ૨૦૧૩ ના વર્ષ થી એકમાત્ર ભરૂચ જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે પ્રાથમિક શાળાઓમાં જાહેર રજા રાખવામાં આવે છે, તેમણે આજરોજ માંગણી કરી હતી કે ગુજરાત રાજ્ય ની તમામ સરકારી કચેરીઓમાં વિશ્વ આદિવાસી દિન નિમિત્તે જાહેર રજા ઘોષિત કરવામાં આવે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.