કોંગ્રેસ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ૨૦૨૪ની લોકસભા ચૂંટણી લડશે
નવીદિલ્હી, બિહારમાં જદયુ અને ભાજપનું ગઠબંધન તૂટી ગયું છે. હવે બિહારમાં મહાગઠબંધનના નેતૃત્વમાં સરકાર બની છે. નીતિશ કુમાર એક વાર ફરીથી બિહારના મુખ્યમંત્રી બન્યા છે પણ આ દરમિયાન કોંગ્રેસ નેતા અનિલ શર્માએ કહ્યું કે, ૨૦૨૪ની લોકસભા ચૂંટણી રાહુલ ગાંધીના નેતૃત્વમાં જ લડવામાં આવશે.
અનિલ શર્માએ ટ્વીટ કરીને કહ્યું કે, જદયુએ બિહારમાં એનડીએ છોડીને મહાગઠબંધનની સાથે થઈને એક બાજુ ૨૦૨૪ના નેતા નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારની ગઠબંધનની સંભાવનાઓને ખતમ કરી દીધી છે. તેમજ, બીજી બાજુ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં સરકારના ગઠનનો રસ્તો સ્પષ્ટ કરી દીધો છે.
જાે કે, સૂત્રોના હવાલાથી જે સમાચારો સામે આવી રહ્યા છે. તે અનુસાર, નીતિશ કુમાર, ૨૦૨૪ની લોકસભા ચૂંટણીમાં વિપક્ષના રૂપમાં વડાપ્રધાન પદના ઉમેદવાર બનશે. સૂત્રોના અનુસાર મહાગઠબંધનમાં જે ડીલ થઇ છે, તેના હેઠળ નીતિશ કુમાર ૮-૧૦ મહિના સુધી જ બિહારના મુખ્યમંત્રી બનશે, ત્યારબાદ તેઓ ૨૦૨૪માં થનારી લોકસભા ચૂંટણી માટે વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર બનશે.
માહિતી અનુસાર, ગત દિવસોમાં નીતિશ કુમારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે ફોન પર વાત કરી હતી, આ ફોન પછી બિહારમાં રાજકીય ઉથલ-પાથલની કહાની શરૂ થઇ ગઈ હતી. આ દરમિયાન કોંગ્રેસે સત્તા પરિવર્તનને લઈને મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે.
પાર્ટીના વરિષ્ઠ નેતા અને ધારાસભ્ય શકીલ અહમદ ખાને કહ્યું કે, મહાગઠબંધન અને નીતિશ કુમારની વચ્ચે ડીલ ફિક્સ થઇ ગઈ છે. કોંગ્રેસના ધારાસભ્ય શકીલ અહમદ ખાને દાવો કર્યો છે કે, આ ડીલ હેઠળ મહાગઠબંધનની સરકારમાં નીતિશ કુમાર જ મુખ્યમંત્રી બન્યા છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ‘ભારત છોડો આંદોલન’ની વર્ષગાંઠ પર કહ્યું કે, વર્તમાન ‘તાનાશાહ સરકાર’ વિરૂદ્ધ અને દેશની રક્ષા માટે હજુ એક ‘કરો યા મરો’ આંદોલનની જરૂર છે. તેમણે કહ્યું કે, તાનાશાહી, મોંઘવારી અને બેરોજગારીએ ભારત છોડવું જ પડશે.HS1MS