Western Times News

Gujarati News

શેર બજારમાં આજે પણ તેજીનો માહોલ જોવા મળ્યો

મુંબઇ, શેર બજારમાં આજે પણ તેજીનો માહોલ છે. ભારતીય શેર બજારો લીલા નિશાન સાથે ખુલ્યા. સવારે ૯.૧૬ વાગે બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સૂચકઆંક સેન્સેક્સ ૧૦.૯૨ પોઈન્ટના વધારા સાથે ૫૮૮૬૩.૯૯ ના સ્તરે અને નિફ્ટી ૭.૯૦ પોઈન્ટની તેજી સાથે ૧૭૫૩૩ના સ્તરે ખુલ્યા.

બજાર સામાન્ય તેજી સાથે ખુલ્યા પરંતુ ત્યારબાદ સેન્સેક્સ અને નિફ્ટી લીલામાંથી લાલ નિશાનમાં જતા રહ્યા. હાલ ૯.૫૦ વાગે સેન્સેક્સ ૧૧૭.૨૬ના ઘટાડા સાથે ૫૮૭૩૫.૮૧ના સ્તરે છે. જ્યારે નિફ્ટી ૩૬.૯૦ના ઘટાડા સાથે ૧૭૪૮૮.૨૦ના સ્તરે છે.

નિફ્ટીમાં ટોપ ગેઈનર્સમાં નેસ્લે, સન ફાર્મા, આઈસીઆઈસીઆઈ, હીરો મોટોકોર્પ, એસબીઆઈ લાઈફ ઈન્શ્યુરન્સના શેર જ્યારે સેન્સેક્સમાં ટોપ ગેઈનર્સમાં આઈસીઆઈસીઆઈ બેંક, નેસ્લે, સન ફાર્મા, પાવર ગ્રિડ કોર્પ, ભારતી એરટેલના શેર જાેવા મળી રહ્યા છે.

જે શેરમાં કડાકો જાેવા મળી રહ્યો છે તેમાં નિફ્ટીમાં એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, અદાણી પોર્ટ, જેએસડબલ્યુ સ્ટીલના શેર છે જ્યારે સેન્સેક્સમાં ટોપ લૂઝર્સમાં એનટીપીસી, બજાજ ફાઈનાન્સ, એચસીએલ ટેક, ઈન્ફોસિસ, વિપ્રોના શેર જાેવા મળ્યા છે.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.