દાહોદની બે ટ્રેડિંગ કંપનીની આઠ મિલકત સીલ કરવામાં આવી
દાહોદ, દાહોદમાં બેન્ક ઓફ બરોડાના માધ્યમથી દાહોદ શહેરમાં આવેલ બે ટ્રેડિંગ કંપનીઓએ કરોડોની લોન લીધા બાદ આ લોનની રકમ સમયસર ભરપાઈ ન કરાતાં છેલ્લા બે-ત્રણ દિવસના સમયગાળા દરમ્યાન બેન્ક ઓફ બરોડા દ્વારા દાહોદ મામલતદારના નેજા હેઠળ અંદાજે ૮ જેટલી મિલકતોની સીલ કરી દેવાતા દાહોદમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ટ્રેડીંગ કંપની દ્વારા જામીનદારોના નામે લોન લઈ કરોડોનું કૌભાંડ આચર્યું હોવાના પણ આક્ષેપ થઈ રહ્યા છે. દાહોદમાં ઉજ્જવલ ટ્રેડીંગ અને ઉત્તમ ટ્રેડીંગ નામની કંપનીઓ દ્વારા જેમાં ઉજ્જવલ કંપનીના રાજેશ શાહ, રમેશચંદ્ર ભટ્ટ (સાયકલવાલા),
સુશીલાબેન મણીલાલ ગડરીયા, લક્ષ્મીનારાયણ રામાકેશન, રજનીકાંત સુંદરલાલ કડીયા અને કાંતાબેન જીતેન્દ્રકુમાર દિક્ષીણ દ્વારા દાહોદ શહેરમાં આવેલ પુરબીયાવાડ ખાતે આવેલ મિલ્કતના માલિકોના નામે જામીન લઈ લોન લીધી હતી. ઉત્તમ ટ્રેડીંગ કંપનીના રીધમ રાજેશ શાહ, કિશોર સોમેશ્વર ભાટીયા, સુરેશચંદ્ર ભાટીયા, પરેશ કનુભાઈ માવી, લવીન્દ્ર પ્રસાદ
કનુભાઈ ઠક્કર, મનોજકુમાર ચુનીલાલ ગેહલોત, યોગેશભાઈ ગોવર્ધન પ્રસાદ, સરોજબેન રતીલાલ સીમ્પી, પ્રતિભાબેન ભુપેન્દ્રકુમાર ચૌહાણ અને રમેશચંદ્ર નાનાલાલ ભટ્ટ દ્વારા દાહોદ શહેરમાં આવેલ સહકાર નગર રોડ, સુર્યા એપાર્ટમેન્ટ ગોવિંદનગર, રામેશ્વર મહાદેવ ફળિયા સહકાર નગરપાસે ગરબાડા ચોકડી વિગેરે વિસ્તાર ખાતે રહેતાં કેટલાક મિલકતદારોના નામે દસ્તાવેજાે ઉપર લોન લીધી હતી.