Western Times News

Gujarati News

૧૩૦૦ કિ.મી. સ્કેટિંગ કરી ૨૧ વર્ષનો યુવાન ૧૫મી ઓગસ્ટના રોજ નવી દિલ્હી શહિદ સ્મારકે ધ્વજ લહેરાવશે

વડોદરાથી ૧૩૦૦ કિ.મી. નું સ્કેટિંગ કરી નીકળેલ ૨૧ વર્ષનો યુવાન ૧૫મી ઓગસ્ટના રોજ નવી દિલ્હી પહોંચી શહિદ સ્મારકે ધ્વજ લહેરાવી શ્રદ્ધાંજલિ આપશે

અરઠવાડા ગામે સેન સમાજના પ્રમુખ દેવારામ સેંન દ્વારા યુવાનનું   ભવ્ય  સ્વાગત કરાયું

મોડાસા,વડોદરાથી ૧૩૦૦ કિમિ.નું અંતર સ્કેટિંગ કરીને કાપીને ૨૧ વર્ષનો યુવાન ૧૫મી ઓગસ્ટના રોજ નવી દિલ્હી પહોંચી શહિદ સ્મારકે ધ્વજ લહેરાવી શ્રદ્ધાંજલિ આપશે.રાજસ્થાનના સિરોહી જિલ્લામાં પોસાલીયા નજીક અરઠવાડા ગામે સેન સમાજના પ્રમુખ દેવારામ સેંન દ્વારા આ યુવાનનું  ભવ્ય  સ્વાગત કરવામાં આવ્યું હતું.

હાલ ગુજરાત વટાવી,રાજસ્થાન બાદ હરિયાણામાંથીપસાર થઈ રહેલા આ રાષ્ટ્રભકત યુવાન અગસ્ત્ય સેનનું રસ્તામાં ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

આ યુવાન રાજસ્થાનમાં પ્રવેશ્યા બાદ અરઠવાડા ગામે સેન સમાજના પ્રમુખ દેવારામ સેન દ્વારા ભવ્ય સ્વાગત કરાયું ત્યારે  રાસારામ, હિંમતમલ, છગનલાલ, અશોક, નિલેશકુમાર, દીપક, અશોકકુમાર, નિલેશ, અંબાલાલ, છગનલાલ, શ્રવણ વગેરે હાજર રહ્યા હતા.સ્કેટિંગ પર ઉતરેલા અગસ્ત્ય સેનનું કહેવું છે કે તેનો ઉદ્દેશ્ય દેશના યુવાનોને જાગૃત કરવાનો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.