લો પ્રેશર સાથે દરિયા પર ડિપ્રેશનના લીધે ભારે વરસાદની વકી
અમદાવાદ, રાજ્યમાં વરસાદનો ત્રીજાે રાઉન્ડ શરુ થઈ ગયો છે, જેમાં સૌરાષ્ટ્ર સહિત કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સારો વરસાદ વરસી રહ્યો છે. આગામી દિવસોમાં પણ રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. દરિયામાં બે સિસ્ટમ સક્રિય થઈ હોવાથી ગાજવીજ સાથે વરસાદ થવાની આગાહી છે.
રાજ્યમાં થઈ રહેલા સારા વરસાદના કારણે નદી-નાળા અને ડેમમાં સારા પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમની જળસપાટીમાં પણ ઘણો વધારો થયો છે.
રિપોર્ટ્સ પ્રમાણે લો પ્રેશરની અને અરબી સમુદ્ર પર ડિપ્રેશન સર્જાયું હોવાથી રાજ્યમાં ભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં અરવલ્લી, આણંદ, દાહોદ, મહીસાગર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, કચ્છ સહિતની જગ્યાઓ પર ૪૦ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે વરસાદ થવાની આગાહી છે.
ઉપરવાસમાં થઈ રહેલા સારા વરસાદના લીધે નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. રિપોર્ટ્સ મુજબ દર કલાકે ડેમની સપાટીમાં ૫ સેમીનો વધારો થઈ રહ્યો છે. ગુજરાતના પોડાશી મધ્યપ્રદેશમાં સારા વરસાદના લીધે પાણીની ભારે આવક થઈ રહી છે.
દરિયામાં બનેલી સિસ્ટમના લીધે સૌરાષ્ટ્રના દરિયામાં કરંટ જાેવા મળી રહ્યો છે. વેરાવળમાં એક બોટ મહારાષ્ટ્રના દરિયા કિનારે પહોંચી ગઈ હતી. બોટનું એન્જિન દરિયામાં બંધ થઈ ગયા પછી તે પાણીમાં તણાઈ હતી, જેના લીધે માછીમારોએ આખી રાત દરિયામાં જ વિતાવવાનો વારો આવ્યો હતો. બીજા દિવસે કોસ્ટ ગાર્ડ દ્વારા માછીમારોને રેસ્ક્યુ કરી લેવામાં આવી હતા.SS1MS