Western Times News

Gujarati News

યુવતીના મામાએ તીક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની કરી હત્યા

Youth suicide in bus

Files Photo

રાજકોટ, કોટડા સાંગણી તાલુકામાં ઉત્તરપ્રદેશના ૨૨ વર્ષીય એક યુવકની કથિત રીતે સાસરિયાં દ્વારા હત્યા કરવામાં આવી હતી, જેણે યુવતી સાથે તેના પરિવાર વિરુદ્ધ જઈને લગ્ન કર્યા હતા. દંપતી તેમના દોઢ વર્ષના દીકરા સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે રાજકોટ આવ્યા હતા.

પોલીસે ગુરુવારે યુવતીના મામા વિહાર માલાણી, પિતરાઈ ભાઈ રાદેવ માલાણી અને તેમના સાથીદાર સિનો વાળાની ધરપકડ કરી હતી. પોલીસના જણાવ્યા પ્રમાણે, પિયુષ ગોયલ (ઉંમર ૨૨) ત્રણ વર્ષ પહેલા તેના માતા-પિતા સાથે શાપર વેરાવળ ગામમાં રહેતો હતો. તે તેના પાડોશમાં રહેતી અલય ઉર્ફે કુંવરના પ્રેમમાં પડ્યો હતો.

તે સમયે તેની ઉંમર આશરે ૧૭.૫ વર્ષ હતી. તેઓ બંને ભાગીને ઉત્તરપ્રદેશ જતા રહ્યા હતા અને લગ્ન કર્યા હતા. તે સમયે યુવતીની ઉંમર સગીર હોવાથી, તેની માતા નાથી માલાણીએ અપહરણ અને દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે પિયુષની ધરપકડ કરી હતી અને તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો હતો. નવ મહિના બાદ જામીન પર તેને મુક્ત કરવામાં આવ્યો હતો.

છોકરીના પરિવારને લગ્નસંબંધનો સ્વીકાર કર્યો નહોતો. પિયુષ અને અલય ફરીથી ભાગી ગયા હતા અને ઉત્તરપ્રદેશમાં સાથે રહેવાનું નક્કી કર્યું હતું. આ દરમિયાન પિયુષના પરિવારે પણ શાપર વેરાવળ છોડી દીધું હતું અને કોટડા સાંગણી તાલુકાના પડવાળા ગામમાં રહેવાનું શરૂ કર્યું હતું. સોમવારે પિયુષ અને અલય બહેનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરવા માટે તેના માતા-પિતાના ઘરે આવ્યા હતા.

અલયે પણ તેની માતાને તે પડવાળા ગામ આવી રહી હોવાનું જણાવ્યું હતું. તેની માતા અને તેના બે ભાઈઓ દંપતીને મળવા આવ્યા હતા અને એકબીજાને ભેટ આપી હતી તેમજ સંબંધો સ્વીકાર્યા હતા. પરંતુ બુધવારે કારમાં ત્રણ લોકો આવ્યા હતા અને પિયુષને માર માર્યો હતો અને તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો.

શાપર વેરાવળ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સપેક્ટર કુલદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ‘જ્યારે પિયુષના પિતા અને બહેને તેને બચાવવાનો પ્રયાસ કર્યો ત્યારે ત્રણેયે તેમને પણ માર માર્યો હતો અને યુવતીનું અપહરણ કર્યું હતું.

પિયુષના પિતા તેને સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા અને પોલીસને પણ જાણ કરી હતી. પિયુષે હોસ્પિટલમાં દમ તોડ્યો હતો. પોલીસે આખી રાત યુવતીની શોધખોળ કરી હતી અને તે લોધિકા તાલુકાના એક ગામમાં બંધક બનાવેલી હાલતમાં મળી હતી. પોલીસે આ કેસમાં વધુ તપાસ હાથ ધરી છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.