Western Times News

Gujarati News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૮૧૫ નવા કેસ

નવીદિલ્હી, ભારતમાં ફરી એકવાર કોરોના કેસમાં ઘટાડો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫,૮૧૫ નવા કેસ નોંધાયા છે અને ૬૮ સંક્રમિતોના મોત થયા છે. દેશમાં એક્ટિવ કેસનો આંકડો ઘટીને ૧,૧૯,૨૬૪ થયો છે, જ્યારે કુલ મૃત્યુઆંક ૫,૨૬,૯૯૬ પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં ૪,૩૫,૯૩,૧૧૨ લોકો કોરોના મુક્ત થયા છે. દેશમાં કુલ ૨૦૭,૭૧,૬૨,૦૯૮ રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ૨૪,૪૩,૦૬૪ ડોઝ ગઈકાલે અપાયા હતા. દૈનિક પોઝિટિવિટી રેટ ૪.૩૬ ટકા છે.

દેશમાં કોરોનાને નાથવા હાલ સરકાર દ્વારા ફ્રીમાં બૂસ્ટર ડોઝ આપવામાં આવી રહ્યો છે. જાેકે તેમ છતાં દેશમાં જુલાઈ મહિનામાં ૫.૪૦ લાખથી વધારે કેસ નોંધાયા હતા. જુલાઈ મહિનામાં ૨૨ જુલાઈના રોજ સૌથી વધુ ૨૧,૮૮૦ નવા કેસ નોંધાયા હતા, જ્યારે ૨૩ જુલાઈએ મહિનાના સૌથી વધુ ૬૭ સંક્રમિતોના મોત થયા હતા. ૫ જુલાઈએ સૌથી ઓછા ૧૩,૦૮૬ કેસ નોંધાયા હતા.HS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.