Western Times News

Gujarati News

RSS પ્રમુખ મોહન ભાગવતે તિરંગો ફરકાવ્યો

લોકોને કરી અપીલ, રાષ્ટ્રીય સ્વાભિમાન જગાવો

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત પોતાના ડીપીમાં તિરંગો લગાવી દીધો છે

નાગપુર,રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ પણ હર ઘર તિરંગા અભિયાનમાં જાેડાઈ ગયો છે. આરએસએસે શનિવારે પોતાના કાર્યાલયમાં તિરંગો ફરકાવવાનો એક વીડિયો શેર કર્યો છે. તેમાં સંઘ પ્રમુખ મોહન ભાગવત તિરંગો ફરકાવી રહ્યાં છે. તેની સાથે લખ્યું છે, ‘સ્વાધીનતા કા અમૃત મહોત્સવ મનાએં. હર ઘર તિરંગા ફહરાએં. રાષ્ટ્રીય સ્વાભિમાન જગાએ.

આ પહેલા સંઘે પોતાના સત્તાવાર ટિ્‌વટર હેન્ડલમાં તિરંગાની ડીપી લગાવી હતી. આ સાથે મોહન ભાગવતે પોતાના પ્રોફાઇલનો ફોટો બદલી નાખ્યો છે અને તિરંગો લગાવ્યો છે. સંઘ નેતાઓએ હર ઘર તિરંગા અભિયાનમાં ભાગીદારીની અપીલ પણ કરી છે. તો તિરંગા અભિયાનને લઈને કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે નિશાન સાધ્યુ અને કહ્યું- તે લોકો જેણે આપણા સ્વતંત્રતા સેનાનીઓને ગદો આપ્યો, જેણે આપણા દેશ સાથે છેતરપિંડી કરી, જેણે આપણા સ્વતંત્રતા સંગ્રામ અને ભારત છોડો આંદોલનનો વિરોધ કર્યો,

જેણે અંગ્રેજાે માટે કામ કર્યું, જેણે અંગ્રેજાેની માફી માંગી, આજે તે આપણો રાષ્ટ્રીય તિરંગો વેચી રહ્યાં છે. તિરંગા વેચો પાર્ટી. નોંધનીય છે કે આજથી દેશભરમાં હર ઘર તિરંગા અભિયાનનો પ્રારંભ થયો છે. ગૃહ મંત્રી અમિત શાહે આજે તેમના બંગલાની છત પર તિરંગો ફરકાવ્યો છે. તેમની સાથે તેમના પત્ની સોનલ શાહ જાેવા મળ્યા હતા.

દેશભરમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને હર ઘર તિરંગા અભિયાન હેઠળ ૧૩થી ૧૫ ઓગસ્ટ સુધી પોતાના ઘરોમાં રાષ્ટ્રીય ધ્વજ લગાવવાની અપીલ કરી છે. સંસ્કૃતિ મંત્રાલય તરફથી જણાવવામાં આવ્યું કે આ અભિયાન હેઠળ દેશભરમાં ૨૦ કરોડથી વધુ તિરંગા ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.