‘સ્વરાજ- ભારત કે સ્વતંત્ર સંગ્રામ કી સમગ્ર ગાથા’ – 75 એપિસોડનો મેગા શો દૂરદર્શન પર
‘સ્વરાજ- ભારત કે સ્વતંત્રતા સંગ્રામ કી સમગ્ર ગાથા’, 75-એપિસોડનો મેગા શો 14મી ઓગસ્ટ 2022ના રોજ થી DD નેશનલ પર રવિવારે રાત્રે 9 થી 10 વાગ્યા સુધી પ્રસારિત કરવામાં આવશે. Swaraj-Bharat ke swatantra sangram ki gatha
અને તેનું મંગળવાર, ગુરુવાર, શનિવાર અને રવિવારે પુનઃપ્રસારણ થશે. આ એપિસેડ્સ પ્રાદેશિક ભાષાઓ ગુજરાતી, તમિલ, તેલુગુ, કન્નડ, મલયાલમ, મરાઠી, બંગાળી, ઓડિયા, આસામી ભાષામાં દૂરદર્શનના પ્રાદેશિક નેટવર્ક પર પણ પ્રસારિત થશે. તેને અંગ્રેજીમાં પણ ડબ કરવામાં આવી રહી છે.
આ અંગે આજે અમદાવાદમાં એક પત્રકાર પરિષદ યોજાઈ હતી, જેને પીઆઈબી ગુજરાત રીજનના અપર મહાનિદેશક શ્રી પ્રકાશ મગદૂમ, દૂરદર્શનના સ્ટેશન હેડ શ્રી સત્યજીત દાસ, પ્રોગ્રામ હેડ શ્રી નટવર ડામોર તથા સમાચાર વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી ઉત્સવ પરમારે સંબોધિને સીરીયલના વિવિધ પાસાઓ અંગે માહિતી આપી હતી.
‘સ્વરાજ’ સીરીયલ 5મી ઓગસ્ટ, 2022ના રોજ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહ દ્વારા આકાશવાણી ભવનમાં એક કાર્યક્રમમાં કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી શ્રી. અનુરાગ સિંહ ઠાકુર અને કેન્દ્રીય માહિતી અને પ્રસારણ રાજ્ય મંત્રી ડૉ. એલ. મુરુગનની હાજરીમાં લોન્ચ કરવામાં આવી હતી. તેનું ઓડિયો વર્ઝન શનિવારે સવારે 11 વાગ્યાથી ઓલ ઈન્ડિયા રેડિયો નેટવર્ક પર પ્રસારિત થશે.
સિરીયલ પાછળનો વિચાર ભારતની ‘સ્વરાજ’ માટેની શોધના ઓડિયો-વિઝ્યુઅલ ઈતિહાસને રિપ્રોડ્યુસ કરવાનો છે. ફોટોગ્રાફ્સ, ફિલ્મો, મૌખિક ઈતિહાસ, અંગત સંસ્મરણો, આત્મકથાઓ, જીવનચરિત્રો, બહુભાષી પ્રાદેશિક સાહિત્યનો ભંડાર મોટે ભાગે સંશોધન વિનાનો રહે છે અને મોટાભાગે જાહેર ચેતનાથી ગેરહાજર હોય છે.
આવા મુદ્દાઓ, ચિહ્નો, ઘટનાઓ, સંગઠનોની ઑડિયો-વિઝ્યુઅલ રજૂઆતો ‘સ્વરાજ માટે શોધ’ ના આ વિશાળ વ્યાપક માળખામાં બનાવવામાં આવશે અને ઉચ્ચ ગુણવત્તાવાળા ઉત્પાદનની 75 એપિસોડ સિરિયલના રૂપમાં લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે.
આ સીરીયલમાં 15મી સદીથી જ્યારે વાસ્કો-દ-ગામા ભારતમાં ઉતર્યો ત્યારથી લઈને ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના ગૌરવશાળી ઈતિહાસને દર્શાવે છે. આ સીરીયલ ભારતીય ઈતિહાસના અનેક પાસાઓને દર્શાવશે જેમાં સ્વાતંત્ર્ય સંગ્રામના ઓછા જાણીતા નાયકોના જીવન અને બલિદાનને દર્શાવવામાં આવશે.
ડોક્યુ-ડ્રમા ફોર્મેટમાં પ્રસ્તુત થતી સીરીયલનું અગ્રણી ઈતિહાસકારોની ટીમ દ્વારા સારી રીતે સંશોધન કરવામાં આવ્યું છે. લોકપ્રિય ફિલ્મ અભિનેતા, શ્રી મનોજ જોષી, સિરીયલના નેરેટર (સૂત્રધાર) તરીકે અદભૂત ભૂમિકા ભજવે છે. સીરીયલમાં ભવ્ય પ્રોડક્શન ગુણવત્તા છે અને તે વિઝ્યુઅલ ટ્રીટ બનવાનું વચન આપે છે.
ભારતમાં ‘સ્વરાજ’ની શોધ અને સ્થાપનાના વ્યાપક પરિદ્રશ્યમાં રચાયેલ ઓનસ્ક્રીન ઐતિહાસિક કથા રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રેક્ષકોને તાજા અને નવા પરિપ્રેક્ષ્ય સાથે દેશની ભાવનાને સમજવામાં મદદ કરશે અને ઓછા જાણીતા વીરોને તેઓની યોગ્યતાને અનુરૂપ રજૂ કરશે.
‘સ્વરાજ’ની કલ્પના દૂરદર્શનની આઇકોનિક સિરિયલ તરીકે કરવામાં આવી છે જે એક રાષ્ટ્રીય ચળવળમાં ફેરવાશે અને લોકોને ખાસ કરીને યુવાનોને ભારતના સમૃદ્ધ ઇતિહાસ વિશે પ્રેરિત કરશે અને દરેક ભારતીયના હૃદયને ગર્વથી ભરી દેશે!
સ્વરાજ સાથે, દૂરદર્શન અન્ય ચાર સિરિયલો પણ શરૂ કરે છે. જેમાં ‘જય ભારતી’, ‘કોર્પોરેટ સરપંચ’ અને ‘યે દિલ માંગે મોર’નો સમાવેશ થાય છે. આ સિરિયલોમાં દેશભક્તિ અને મહિલા સશક્તીકરણના સંદેશા છે. 15મી ઑગસ્ટ, 2022થી શરૂ થતા ઓપિસોડ્સ સોમવારથી શુક્રવાર DD નેશનલ પર પ્રાઇમ ટાઇમમાં પ્રસારિત કરવામાં આવશે.
અન્ય સિરિયલ “સુરોં કા એકલવ્ય” રિયાલિટી મ્યુઝિક શો તરીકે ઉચ્ચ મનોરંજન મૂલ્ય ધરાવે છે અને બપ્પી લહેરીને શ્રદ્ધાંજલિ આપે છે. તે શનિવાર અને રવિવારે પ્રાઇમ ટાઇમ 8 થી 9 PM પર પ્રસારિત કરવામાં આવશે, જે 14 ઓગસ્ટ, 2022 થી શરૂ થશે.
ડીડી ન્યૂઝ અને ડીડી નેશનલ પર સ્ટાર્ટઅપ્સ પર ધ્યાન કેન્દ્રીત કરતો શો પણ આવી રહ્યો છે. “સ્ટાર્ટઅપ ચેમ્પિયન્સ 2.0” જે 46 રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા સ્ટાર્ટઅપ્સની યાત્રા અને સફળતા દર્શાવે છે. તે ડીડી ન્યૂઝ પર શનિવારે રાત્રે 9 વાગ્યે અને રવિવારે ડીડી નેશનલ પર બપોરે 12 વાગ્યે પ્રસારિત થશે. દેશમાં ઉદ્યોગસાહસિક સંસ્કૃતિ કેવી રીતે વધી રહી છે તેનું ખૂબ જ રસપ્રદ નિરૂપણ કરાયું છે. આ શોનું અંગ્રેજી વર્ઝન ડીડી ઈન્ડિયા પર દર શનિવારે રાત્રે 10 વાગ્યે જોવા મળશે.
નવી સિરિયલો દૂરદર્શનની મુખ્ય ચેનલ ડીડી નેશનલની ગુણવત્તાને સુધારવામાં ખૂબ આગળ વધશે. ફોલો-અપમાં, દૂરદર્શન વર્તમાન વિષયો પર અર્થપૂર્ણ ચર્ચાઓ સાથે નવા કાર્યક્રમો અને સમાચાર શો રજૂ કરીને તેની પ્રાદેશિક ચેનલોને સુધારવાનું આયોજન કરી રહ્યું છે.