Western Times News

Gujarati News

દેશમાં રિટેલ મોંઘવારી દરમાં મોટો ઘટાડો જાેવાયો

સામાન્ય જનતાને મોટી રાહત

ડેટા અનુસાર રિટેલ મોંઘવારીના ઘટવા પાછળનું મુખ્ય કારણ ખાવાની વસ્તુઓની કિંમતમાં થયેલો ઘટાડો છે

નવી દિલ્હી, વધતી મોંઘવારી વચ્ચે સામાન્ય જનતાને મોટી રાહત મળી છે. જુલાઈમાં દેશમાં રિટેલ મોંઘવારી દર ઘટીને ૬.૭૧ ટાક પર પહોંચી ગયો છે. તમને જણાવી દઈએ કે, ૫ મહિનામાં રિટેલ મોંઘવારી દર સૌથી નીચા સ્તર પર છે.આ પહેલા જૂનમાં રિટેલ મોંઘવારી ૭.૦૧ ટકા પર હતી. સરકારે શુક્રવારના આ ડેટા જાહેર કર્યા છે. આ ડેટા અનુસાર રિટેલ મોંઘવારીના ઘટવા પાછળ મુખ્ય કારણ ખાવાની વસ્તુઓની કિંમતમાં ઘટાડો છે. ગત વર્ષ એટલે કે જુલાઈ ૨૦૨૧ માં રિટેલ મોંઘવારી દર ૫.૫૯ ટકા પર રહ્યો હતો.

સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા ડેટા અનુસાર, જુલાઈ ૨૦૨૨ માં ખાદ્ય મોંઘવારી ઘટીને ૬.૭૫ ટકા પર પહોંચી ગઈ છે. જૂન ૨૦૨૨ માં તે આંકડો ૭.૭૫ ટકા હતો. જાેકે, આરબીઆઇના અનુમાનથી હજુ પણ આ વધારે છે, પરંતુ આ ઘટાડાએ મોંઘવારીના મોરચા પર થોડી રાહત જરૂર આપી છે.

ઉલ્લેખનીય છે કે, કંઝ્‌યુમર પ્રાઈઝ ઇન્ડેક્સ એટલે કે સીપીઆઇ સામાન અને સેવાઓની રિટેલ કિંમતમાં ફરેફારને ટ્રેક કરે છે. જેને પરિવાર પોતાના દરરોજના ઉપયોગ માટે ખરીદે છે. મોંઘવારીને માપવા માટે તેને યુઝ કરે છે. આના પરથી અંદાજ મળે છે કે ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન CPI  માં કેટલી ટકાવારીમાં વધારો થયો છે.

આરબીઆઇ અર્થવ્યવસ્થામાં કિંમતોમાં સ્થિરતા રાખવા માટે આ આંકડા પર નજર રાખે છે. સીપીઆઇમાં એક વિશેષ કોમોડિટી માટે રિટેલ કિંમતોને જાેવામાં આવે છે. તેને ગ્રામિણ, શહેરી અને આખા ભારતના સ્તર પર જાેવામાં આવે છે. જાે ટેક્નિકલ ભાષામાં સમજીએ તો એક સમયગાળોમાં અંડર પ્રાઈઝ ઇન્ડેક્સમાં ફેરફારને સીપીઆઇ આધારિત મોંઘવારી અથવા રિટેલ મોંઘવારી કહેવામાં આવે છે.ss3


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.