“આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે “સુરિલો સંગીત” કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા *”આઝાદી કા અમૃત મહોત્સવ”* અંતર્ગત સ્વાતંત્ર્ય દીન ની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે *”સુરિલો સંગીત”* કાર્યક્રમ યોજાયો.
જેમાં માન.ગૃહ મંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ, પૂર્વ કેબિનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ, ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેશભાઈ મકવાણા,.સાંસદ હસમુખભાઈ પટેલ, ધારાસભ્ય શંભુજી ઠાકોર, શહેર અધ્યક્ષ રૂચિરભાઈ ભટ્ટ, મહાનગરના પ્રભારી મોહનભાઇ પટેલ, ગાંધીનગર કલેક્ટર કુલદિપ આર્ય(IAS), ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારી સુરભી ગૌતમ(IAS) સાથી ડે.મેયર, સ્ટે.ચેરમેન, દંડક, શાસક પક્ષના નેતા શહેર મહામંત્રી, સાથી કાઉન્સિલર,કાર્યકર્તાઓ , કર્મચારી, તથા ખુબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.