Western Times News

Gujarati News

ગાંધીનગરના કર્મનિષ્ઠ કર્મયોગીઓ, ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર નાગરિકો અને વિઘાર્થીઓનું મંત્રીના હસ્તે સન્માન

ગાંધીનગર,ગાંધીનગર જિલ્લા કક્ષાના ૭૬મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કલોલ ખાતે કરવામાં આવી હતી. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર કર્મનિષ્ઠ કર્મયોગીઓ, વિઘાર્થીઓ અને નાગરિકો મળી કુલ- ૩૯ વ્યક્તિઓનું ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચે સેતુરૂપ ભૂમિકા અદા કરતા અને સરકારની વિવિઘ ફલેગશીપ યોજનાઓ તથા કાર્યક્રમોના જિલ્લામાં પ્રચાર પ્રસારની ઉમદા કામગીરી કરનાર જિલ્લા માહિતી કચેરી, ગાંધીનગરના સીનીયર સબ એડીટર પરિમલ પટેલનું પણ ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે સન્માનપત્ર આપીને બહુમાન કરવામાં આવ્યું હતું.

સમગ્ર રાજયમાં કૃત્રિમ બીજદાન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર મદદનીશ પશુપાલન નિયામક ર્ડા. એસ.આઇ. પટેલ, ૭ વર્ષથી જીવનઆસ્થામાં કામ કરતા તથા ૮૦ હજારથી વઘુ કોલ ટ્રેસીંગ કરીને કાઉન્સિલીંગ કરનાર તથા ૫૦૦ જેટલી વ્યક્તિઓને આપઘાત કરતાં રોકીને પુન: જીવન આપનાર સંજય ગામીત અને કુ. કાજોલ પરમાર, કોરોના કાળમાં ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર તબીબી અધિકારી ર્ડા. જાહીદ સેરસિયા, ર્ડા. બીનાબેન પટેલ, ર્ડા. રીષી કડીકર તથા ર્ડા. તેજસ મિસ્ત્રી, સી.એસ.આર ફંડમાં ત્રણ વર્ષ શાળાને ફંડ ફાળવવા બદલ એસ્ટલ ફાઉન્ડેશન એસ્ટલ હાઉસ, અમદાવાદના કૃણાલભાઇ પટેલનું સન્માનપત્ર આપીને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવીના હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર જિલ્લાના સરકારી કાર્યક્રમોમાં પોતાના અવાજ થકી અમૂલ્ય સેવાઓ આપનાર ઉદ્દધોષક અને મુખ્ય શિક્ષક પૂર્વેશ જશુભાઇ વ્યાસ, યોગદિનની ઉજવણીમાં વિશિષ્ટ કામગીરી કરનાર યોગ ઇન્સ્ટ્રકટર હેમલત્તાબેન અને તેમની ટીમ, ૨૦ આયુષ ગામ, ૧૩ આયુષ હેલ્થ અને વેલનેસ દવાખાના અપગ્રેડ કરવાની કામગીરી કરનાર જિલ્લા આયુર્વેદ અધિકારી અને તેમની ટીમનું પણ ખાસ સન્માન કરવામાં આવ્યું હતું.

ચૂંટણીમાં વિશિષ્ટ કામગીરી કરનાર સ્ટેમ્પ ડયુટીના નાયબ કલેકટર મિશણ ચેતન કિર્તીકુમાર, ઓફિસીયલ વર્કમાં  વિશિષ્ટ કામગીરી કરનાર કલાર્ક શીતલબેન મુળચંદભાઇ પરમાર, આર.ટી.એસ. બ્રાન્ચમાં વિશિષ્ટ કામગીરી કરવા બદલ નાયબ મામલતદાર કમલેશ રામશંકર રાવલ તથા હિતેષકુમાર જીવણલાલ ચૌહાણ, રેવન્યુ ક્ષેત્રે ઉમદા કામગીરી કરનાર સર્કલ ઓફિસર જે.ઓ.દેસાઇ તથા નાયબ મામલતદાર બી.ડી.ચાવડા, મતદાર યાદી સુઘારણા અને તૈયારી કરવામાં વિશિષ્ટ કામગીરી કરનાર નાયબ મામલતદાર વિષ્ણુભાઇ રથવી, બી.એલ.ઓ તરીકે ઉમદા કામગીરી કરનાર વરદાયિની હાઇસ્કુલ, રૂપાલના પ્રજ્ઞેશકુમાર ભરતભાઇ પારેખ, મદદનીશ શિક્ષક સર્વે મુકેશકુમાર ભગવાનદાસ પ્રજાપતિ, ઘર્મેશભાઇ ડાહ્યાભાઇ ગજ્જર, હેતલ ચંદુલાલ પટેલ, યોગેશભાઇ દશરથભાઇ પ્રજાપતિ, ડભોડા પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ એ.એ.વછેટા,

પેથાપુર પોલીસ સ્ટેશનમાં ઇન્વેસ્ટીગેશનની ઉમદા કામગીરી કરનાર પી.એસ.આઇ. એમ.એસ.રાણા, કોન્સ્ટેબલ ભદ્રેશસિંહ ઘનશ્યામસિંહ, સુરક્ષા ક્ષેત્રે બચાવ કામગીરી કરનાર આ.પો.કો. તડવી ઘનશ્યામભાઇ પ્રભાતભાઇ, પી.એમ.જે.એ.વાય. અંતર્ગત વિશિષ્ટ કામગીરી કરનાર શ્રી સ્વામિનારાયણ વિશ્વમંગલ ગુરૂકુલ, કલોલની પ્રેમસ્વરૂપ સ્વામી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલના સ્વામી પૂજય ભકતવત્સલ સ્વામી અને માણસાના પુંઘરા ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની ટીમ, ૧૦૮ સેવા અંતર્ગત પાઇલોટની વિશિષ્ટ કામગીરી કરનાર ગાંધીનગરના મુકેશ ચૌઘરી, રાકેશકુમાર ઠાકોર, અશેષકુમાર પટેલનું પણ સન્માનપત્ર આપી મંત્રી હસ્તે બહુમાન કરવામાં આવ્યું હતું.

હર ઘર તિરંગા અંતર્ગત માઘ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળા કક્ષાએ યોજાયેલ ૧૦૦ મીટરની દોડની સ્પર્ઘામાં વિજેતા બનેલા સોજાની શેઠ.એસ.એમ.સાર્વજનિક હાઇસ્કુલના વિઘાર્થી અંકિત ચુંથાજી ઠાકોર, ડભોડાની એમ.એસ.વિઘામંદિરની વિઘાર્થીની અનિતા.એસ. ખત્રી, યામીની એસ. ઠાકોર અને દેવાંગ.પી. યાદવ, ઓપન ઓલ ઇન્ડિયા ફેડરેશન સ્પર્ઘામાં વિજેતા બનેલા જયાબેન વી. ખાંટ, રમતગમત ક્ષેત્રે સિલ્વર મેડલ મેળવનાર યુ.એ.એસ.આઇ.ના જીગ્નેશકુમાર કિરીટભાઇનું પણ મંત્રી હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.