Western Times News

Gujarati News

ભરૂચની ઐતિહસિક જુમા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજ વંદન

(વિરલ રાણા) ભરૂચ,ભરૂચની ઐતિહસિક જુમા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજ વંદનનો ક્રાયક્રમ યોજાવામાં આવ્યો હતો.આ પ્રસંગે ભરૂચ નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા સમશાદઅલી સૈયદ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યુ હતુ.

આ પ્રસંગે સમશાદ સૈયદે જણાવ્યુ હતુ કે આપણ ને આઝાદી દેશના મહાપુરુષો,સ્વાતંત્ર્ય સેનાનીઓ ના સંઘર્ષ અને બલિદાન થી મળી છે.ત્યારે મહામૂલી આઝાદી ની મહત્તા સમજવાની સૌને જરૂર છે એને સમજી શું તોજ આઝાદીના પર્વની સારી રીતે ઉજવી શકીશું.આઝાદ ભારતના નાગરિક તરીકે આપણે આપણો નાગરિક ધર્મ નિભાવી દેશ ને વધુ મજબૂત કરવો પડશે.

ધ્વજ વંદન કાર્યક્રમમાંમાં જન શિક્ષણ સંસ્થાના પ્રમુખ સૈયદ જૈનુલ આબેદીન,એક્સ આર્મી મેન મુળજીભાઈ,પાયોનિયર હાઈસ્કુલના આચાર્ય સંજયભાઈ વસાવા,આરસીસીના પ્રેસિડેન્ટ ઝેનુદ્દીન કોન્ટ્રાકટર, નગરપાલિકાના કાઉન્સિલર તહેઝીબ મુલ્લા,જાણીતા કવિ કે.કે રોહિત,ઈકબાલ પાતરાવાલા,ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશન પ્રમુખ મોહંમદ ઈકબાલ હવાલદાર અને સેક્રેટરી ઈમ્તિયાજ પઠાણ તેમજ રાષ્ટ્રભક્ત લોકોએ ખાસ હાજરી આપી દેશ ભાવના બતાવી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.