Western Times News

Gujarati News

માત્ર દોઢ કલાકમાં ઝડપાઈ ગયો અંબાણી પરિવારને ધમકી આપનારો શખ્સ

નવી દિલ્હી, રિલાયંસ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના પરિવારને ફરી મારવાની ધમકી મળી છે. સૂત્રના જણાવ્યા મુજબ એચએન રિલાયંસ ફાઉન્ડેશન હોસ્પિટલના પબ્લિક ડિસ્પ્લે નંબર પર ધમકીભર્યા આઠ ફોન કૉલ આવ્યા હતા.

કૉલરે તેમના પૂરા પરિવારને ત્રણ કલાકમાં ખતમ કરવાની ધમકી આપી હતી. આ મામલે દહિસરથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીને ધમકી મળવાની ફરિયાદ મળતા જ પોલીસ એલર્ટ થઈ ગઈ. પોલીસ કમિશનરને પણ આ અંગેની જાણકારી અપાઈ હતી. તો, અંબાણી પરિવાર અને એન્ટિલિયાની સુરક્ષા વધારી દેવામાં આવી છે.

હોસ્પિટલ મેનેજમેન્ટે ડી.બી. માર્ગ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. મુંબઈ પોલીસે ત્રણ ટીમ બનાવી તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ફોન કરનાર એક જ વન્યક્તિ છે અને એણે સતત આઠ કૉલ કર્યા હતા. પોલીસે કૉલરનું લોકેશન ટ્રેસ કરી એક વ્યક્તિને પકડી હતી, જેની પૂછપરછ થઈ રહી છે.

એચ.એન રિલાયંસ હોસ્પિટલના સીઇઓ ડૉ. જ્ઞાનચંદાનીએ કહ્યું, અમે હોસ્પિટલમાં સ્વતંત્રતા દિવસના અવસરે ધ્વજવંદન કરી રહ્યા હતા ત્યારે અજાણ્ય નંબરથી એક કૉલ આવ્યો. ફોન કરનાર અમારા ચેરમેનનું નામ લઈ ધમકી આપી રહ્યો હતો. ત્યાર બાદ સવારના સાડા દસથી બાર વાગ્યાની વચ્ચે આઠથી નવ ફોન હોસ્પિટલના પબ્લિક નંબર પર અજાણ્યા નંબરથી ફોન આવ્યા.

કૉલ મળ્યા બાદ અમે મુંબઈ પોલીસને જાણ કરી હતી. ડીબી માર્ગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે અને દહિસરથી એક સંદિગ્ધની અટક પણ કરી છે. પોલીસે કહ્યું કે પ્રાથમિક પૂછપરછમાં ફોન કરનાર માનસિક રીતે અસંતુલિત હોવાનું જણાયું. જોકે હજુ એની પૂછપરછ થઈ રહી છે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.