ભાઈઓની છત્રછાયામાં રમતી જાેવા મળી પ્રિયંકાની દીકરી

બાળકો સાથે પ્રિયંકાએ વિતાવ્યો હળવાશનો સમય
પ્રિયંકાએ સોફા પર બેસીને ચારેયનો ફોટો પાડ્યો છે, ફોટો શેર કરતાં લખ્યું, મારા બધા જ બાળકો, પર્ફેક્ટ સન્ડે
મુંબઈ,બોલિવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ રહે છે. હાલમાં જ પ્રિયંકા ચોપરાએ પોતાના પરિવાર સાથે વિતાવેલા રવિવારની ઝલક બતાવી છે. પ્રિયંકાએ દીકરી માલતી મેરી ચોપરા જાેનસ સાથે વિતાવેલા રવિવારની ઝલક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં બતાવી છે. માલતી મેરીની સાથે તેના ‘ભાઈઓ’ એટલે કે પ્રિયંકાના પાલતુ શ્વાન પણ જાેવા મળી રહ્યા છે.
પ્રિયંકાએ શેર કરેલા ફોટોમાં માલતી મેરી ઊંધી ઊંઘી રહી છે અને તેની સામે એક બુક મૂકવામાં આવી છે. તસવીરમાં જાેઈ શકો છો કે માલતી મેરીની આસપાસ કેટલાય રમકડાં મૂકવામાં આવ્યા છે. આ ફોટો ટોપ એંગલથી ક્લિક કરવામાં આવ્યો છે. બીજી તસવીરમાં પ્રિયંકા ચોપરાએ ઘરના લિવિંગ રૂમની ઝલક દેખાડી છે. જેમાં માલતી મેરી બેબી એક્ટિવિટી જિમમાં ઊંઘી રહી છે અને તેની આસપાસ કેટલાય રમકડાં છે.
માલતી મેરીએ ગ્રીન અને પિંક રંગનો ડ્રેસ પહેરેલો છે. માથામાં હેરબેન્ડ નાખેલી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા અને તેના પતિ નિક જાેનસના ત્રણ પાલતુ શ્વાન છે, જેમના નામ ડાયના, પાંડા અને જિનો છે. આ ત્રણેયને તેઓ પોતાના સંતાન માને છે. ત્રણેય પાલતુ શ્વાન માલતી મેરીની આસપાસ બેઠેલા છે. પ્રિયંકાએ સોફા પર બેસીને ચારેયનો ફોટો પાડ્યો છે. ફોટો શેર કરતાં એક્ટ્રેસે લખ્યું, “મારા બધા જ બાળકો. પર્ફેક્ટ સન્ડે.
આ સિવાય અન્ય એક તસવીરમાં માલતી મેરીએ કસ્ટમાઈઝ્ડ વનઝી પહેર્યું છે. જેના પર જિનો, ડાયના અને પાંડાની તસવીર છે અને લખવામાં આવ્યું છે, ‘જિનો, ડાયના અને પાંડાના સંરક્ષણમાં.’ પ્રિયંકા ચોપરાએ હજી સુધી દુનિયાને દીકરીનો ચહેરો નથી બતાવ્યો અને એટલે જ દરેક ફોટોમાં તેનો ચહેરો હાર્ટ ઈમોજીથી ઢાંકવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, નિક-પ્રિયંકાની દીકરી માલતી મેરી જાન્યુઆરી ૨૦૨૨માં સરોગસી દ્વારા જન્મી છે.
વર્કફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ફિલ્મ ‘જી લે ઝરા’ દ્વારા બોલિવુડમાં કમબેક કરશે. આ ફિલ્મમાં તેની સાથે આલિયા ભટ્ટ અને કેટરિના કૈફ છે. આ સિવાય તે ‘ઈટ્સ ઓલ કમિંગ બેક ટુ મી’ નામની હોલિવુડ ફિલ્મ અને ઈંગ્લિશ સીરીઝ ‘સિટાડેલ’માં દેખાશે.ss1