Western Times News

Gujarati News

દીપેશના પરિવારની મદદ માટે આગળ આવી સૌમ્યા

દીપેશ ભાને ૫૦ લાખ રૂપિયાની હોમ લોન લીધી હતી, જેને ચૂકવવા સૌમ્યા ટંડને એક ફંડ બનાવ્યું

દીપેશ ભાનના પરિવાર માથે ૫૦ લાખ રૂપિયાનું દેવું

મુંબઈ,ટીવી શો ‘ભાબીજી ઘર પર હૈ’માં મલખાનનું પાત્ર ભજવીને સ્ટારડમ સુધી પહોંચેલા અભિનેતા દિપેશ ભાનનું ૨૩ જુલાઈના રોજ અવસાન થયું હતું. દિપેશ ભાન જે સોસાયટીમાં રહેતા હતા, ત્યાં ક્રિકેટ રમતા હતા ત્યારે દિપેશ ભાન અચાનક બેભાન થઈને ઢળી પડ્યા હતા અને ફરી ઉઠી શક્યા ન હતા. દિપેશ ભાન તો ચાલ્યા ગયા, પણ પત્ની અને પુત્રને રડતા મૂકી ગયા છે. પરિવાર પર ૫૦ લાખની લોન પણ હોવાનું કહેવાય છે.

 

View this post on Instagram

 

A post shared by Saumya Tandon (@saumyas_world_)

દિપેશ ભાને ૫૦ લાખની હોમ લોન લીધી હતી. દિપેશ ભાન નથી રહ્યા, આવી સ્થિતિમાં અભિનેત્રી સૌમ્યા ટંડન તેમના પરિવારની મદદ માટે આગળ આવી છે. ‘ભાબીજી ઘર પર હૈ’માં ઘણા વર્ષો સુધી દિપેશ ભાન સાથે કામ કરનાર સૌમ્યા ટંડને એક ફંડ બનાવ્યું છે અને લોકોને લોન માટે પૈસા એકઠા કરવા અને તેમની ઈચ્છા મુજબ દાન કરવાની અપીલ કરી છે. સૌમ્યા ટંડને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વિડીયો શેર કર્યો છે, જેમાં તેણે ફેન્સ અને ફોલોઅર્સને આ લોન ચૂકવવામાં દીપેશ ભાનના પરિવારને મદદ કરવા અપીલ કરી છે.

વિડીયોમાં સૌમ્યા ટંડને જણાવ્યું કે, દીપેશ હવે આપણી સાથે નથી, પરંતુ તેની ઘણી બધી યાદો, તેની ઘણી બધી વાતો, આખી જિંદગી મારી સાથે રહેશે. બહુ વાતો કરતો હતો. તે અવારનવાર પોતાના ઘરની વાતો કરતો હતો. જે તેણે પરિવાર માટે હોમ લોન લીધી હતી. પછી તેણે લગ્ન કર્યા, એક પુત્ર થયો. તે ગયો છે, પરંતુ તેણે આપેલી ઘણું સ્મિત અને ખુશીઓ આપણે પરત કરી શકીએ છીએ.

એ ઘર તેના દીકરાને આપીને. સૌમ્યા ટંડને કહ્યું કે, મેં એક ફંડ બનાવ્યું છે, જેના તમામ પૈસા તેની પત્નીને જશે, જેથી તે તેની હોમ લોન ચૂકવી શકે. તમે કૃપા કરીને યોગદાન આપો. રકમ નાની હોય કે મોટી, ચોક્કસ ફાળો આપો. તમે, હું અને આપણે બધા મળીને તેનું આ સપનું સાકાર કરી શકીએ છીએ. ૨૩ જુલાઈના રોજ સવારે દીપેશ ભાન તેમની સોસાયટીના કમ્પાઉન્ડમાં બાળકો સાથે ક્રિકેટ રમી રહ્યા હતા, ત્યારે તેમની નીચે પડેલી કેપ ઉપાડવા માટે તેઓ નીચે ઝૂક્યા હતા અને પછી તે પડી ગયા હતા.

દીપેશ ભાનને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું નિધન થયું હતું. દીપેશ ભાન ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ હતા અને ફની વીડિયો શેર કરતા રહેતા હતા. તેમની વિદાયથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો હતો. શોની ટીમને પણ આઘાત લાગ્યો હતો. દીપેશ ભાનને અઢી વર્ષનો એક દીકરો છે, જેને ખબર નથી કે પપ્પા હવે આ દુનિયામાં નથી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.