Western Times News

Gujarati News

ગુજરાતમાં હજી ૪૮ કલાક ભારે વરસાદ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

ઉત્તર-દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં પડશે ભારેથી અતિભારે વરસાદ

ગાંધીનગર,રાજ્યમાં છેલ્લા થોડા દિવસોથી ફરીથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે રાજ્ય માટે હજી બે દિવસ ભારે હોવાનું અનુમાન કર્યું છે. આજે આવેલા વરસાદના ૨૪ કલાકના આંકડા પ્રમાણે રાજ્યમાં ૨૨૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે. રાજ્યમાં આગામી ૪૮ કલાકમાં સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

જ્યારે અમદાવાદમાં ઝરમર વરસાદનું અનુમાન કરવામાં આવ્યું છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, રાજ્યમાં ૪૮ કલાક વરસાદી માહોલ યથાવત રહેશે. સાબરકાંઠા, બનાસકાંઠા, જામનગરમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, મોરબી, દ્વારકા,ગીર સોમનાથ, કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામા આવી છે.

આ સાથે અન્ય જીલ્લામાં પણ સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે અમદાવાદ શહેરના અનેક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસશે. રાજ્યમાં ૨૪ કલાકમાં ૨૨૧ તાલુકામાં વરસાદ વરસ્યો છે.

ત્યારે સૌથી વધુ સુરતના પલસાણામાં ૮.૬૮ ઇંચ વરસાદ નોંધાયો છે. તાપીના વ્યારામાં ૮.૧૬ ઇંચ, તાપીના ડોલવણ અને બારડોલીમાં ૬.૮૮ ઇંચ વરસાદ, તાપીના સોનગઢ, માંડવીમાં ૫.૮૮ ઇંચ વરસાદ નોંધાયો છે. મહુવામાં ૧૩૦ એમએમ, વાલોડમાં ૧૨૧ એમએમ, નવસારીમાં ૧૧૧ એમએમ, સુરતના ઉમરપાડામાં ૧૦૬ અને મેધરજમાં ૯૬ એમએમ વરસાદ નોંધાયો છે. અમદાવાદમાં વરસાદી માહોલ છવાયો છે.

વરસાદી આંકડાની વાત કરીએ તો, છેલ્લા ચોવીસ કલાકમાં શહેરમાં સરેરાશ અડધો ઇંચ વરસાદ, ચકુડીયા – ૧૬ એમએમ, ઓઢવ – ૭ એમએમ, વિરાટનગર – ૮ એમએમ, નિકોલમાં ૪ એમએમ, રામોલમાં ૨૫ એમ એમ હાટકેશ્વર / ખોખરા ૩ એમએમ, પાલડીમા ૪૭ એમએમ, ઉસ્માનપુરામાં ૧૧ એમએમ, ચાંદખેડામાં ૮ એમએમ, રાણીપમાં ૦૦, બોડકદેવમાં૨૫ એમએમ, સોલા/ સાયન્સ સિટીમાં ૧૩ એમએમ, ગોતામાં ૦૧ એમએમ, ચાંદલોડિયામાં ૧૦ એમએમ, સરખેજમાં ૫૩ એમએમ, જાેધપુરમાં ૪૩ એમએમ, બોપલમાં ૨૮ એમએમ, મક્તમપુરામાં ૪૦ એમએમ, દાણાપીઠમાં ૨૮ એમએમ, દુશેશ્નરમાં ૧૯ એમએમ,મેમ્કોમાં ૧૨ એમએમ, નરોડામાં ૧ એમએમ, કોતરપુરમાં ૨.૫૦ એમએમ, મણિનગરમાં ૧૮ એમએમ, વટવામાં ૨૫ એમએમ વરસાદ નોંધાયો છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.