Western Times News

Gujarati News

આયુષ્માન ભારત યોજના અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પુરી પાડવા માટે GCS હોસ્પિટલ સન્માનિત

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (AB PM-JAY) અંતર્ગત ઉચ્ચ ગુણવત્તાયુક્ત સેવા પૂરી પાડવા માટે જીસીએસ હોસ્પિટલને સન્માનિત કરવામાં આવી હતી. અમદાવાદ ખાતે સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે યોજયેલ કાર્યક્રમમાં જીસીએસ હોસ્પિટલ વતી મૌલી શાહ (મેનેજર – બિલીંગ)

અને ડો. અમિતા જૈન (આયુષ્માન ભારત યોજના કોઓર્ડિનેટર) દ્વારા પ્રમાણપત્ર સ્વીકારવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શ્રી.ઋષિકેશ પટેલ (માનનીય આરોગ્ય મંત્રીશ્રી – ગુજરાત)ના હસ્તે હોસ્પિટલોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.

આયુષ્માન ભારત હેઠળ 15થી વધુ સ્પેશિયાલિટીઓ માટે જીસીએસ હોસ્પિટલ દર વર્ષે લગભગ 10,000 લાભાર્થીઓને સારવાર પૂરી પાડે છે, જેમાં  હૃદયરોગ, મગજ અને કરોડરજ્જુ, પાચનતંત્ર , કિડનીના  રોગો, આંખ, નાક ગળાના રોગો, હાડકાના રોગો, સ્ત્રીરોગ, કેન્સર અને અન્ય સ્પેશિયાલિટીની સારવારનો સમાવેશ થાય છે.

જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 1000-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.