ભીમરાવ આંબેડકર અને રમાબાઈ નિર્મલાને પડખે ઊભાં રહે છે!

એન્ડટીવી પર એક મહાનાયક- ડો. બી. આર. આંબેડકરના આગામી એપિસોડમાં વિધવાનાં પુનર્લગ્ન માટે સામાજિક ન્યાય અને લડાઈ ચાલુ રહેશે. નરોત્તમ જોશી (વિક્રમ દ્વિવેદી) પોતાની બહેન નિર્મલા સંકળાયેલી હોવા છતાં વિધવાનાં પુનર્લગ્નનો ભારપૂર્વક વિરોધ કરે છે.
તે નિર્મલાને અભય સાથે પરણવાથી રોકવા માટે કોઈ પણ હદે જઈ શકે છે. જોકે ભીમરાવ (અથર્વ) અને રમાબાઈ (નારાયણી મહેશ વર્ણે) નિર્મલાની પડખે રહે છે અને તેના અધિકારોનું રક્ષણ કરવા અને તેને અભય સાથે પરણવામાં મદદ કરવામાં કોઈ કસર બાકી રાખવા માગતાં નથી.
યુવાન ભીમરાવનું પાત્ર ભજવતો અથર્વ કહે છે, “નરોત્તમ વિધવાનાં પુનર્લગ્ન કરાવવા માટે વિરોધમાં છે અને ભીમરાવ તેની વિધવા બહેન નિર્મલાને ટેકો આપે છે. નરોત્તમ પોતાના સાળા અભય સાથે નિર્મલાને પરણતી રોકવા માટે કોઈ પણ હદે જઈ શકે છે.
જોકે ભીમરાવ અને રમાબાઈ અભય અને નિર્મલાની પડખે રહે છે, જેને લઈ નરોત્તમ તીવ્ર પગલાં લેવા માટે મજબૂર બને છે. આથી નરોત્તમ તેમને રોકવા માટે શું કરશે અને ભીમરાવ નિર્મલો ન્યાય અપાવવા માટે કઈ રીતે લડશે તે જોવું રહ્યું.”