૭૬મા સ્વાતંત્ર્ય પર્વે રાજભવન ખાતે રાજ્યપાલના હસ્તે ધ્વજવંદન કરાયું
ભારતના ૭૬મા સ્વાતંત્ર્ય દિન-15મી ઓગષ્ટના પાવન પર્વે ગુજરાતના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું. ત્યારબાદ રાજ્યપાલશ્રી અને લેડી ગવર્નર શ્રીમતી દર્શનાદેવીના હસ્તે રાજભવન ખાતે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યુ હતું.
કોરોના પ્રોટોકોલના સંપૂર્ણ પાલન સાથે યોજાયેલાં આ કાર્યક્રમમાં ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ, અગ્રણી નાગરિકો, રાજભવનના અધિકારીઓ-કર્મચારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.