Western Times News

Gujarati News

વડોદરાની આ છોકરીએ સ્કાય ડાઈવીંગ કરી ઝંડો ફરકાવ્યો

This girl from Vadodara hoisted the flag by skydiving from a height of 14000 feet.

જો સરકાર મદદ કરે તો શ્વેતા વિના મૂલ્યે યુવતીઓ અને યુવકને મફત સ્કાય ડાઇવિંગ શીખવાડવા તૈયાર છે.

સમગ્ર દેશ વિવિધ રીતે સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે ત્યારે ગુજરાતની પ્રથમ સ્કાય ડાઈવરે 14000 ફૂટની ઉંચાઈએથી સ્કાય ડાઇવિંગ કરી ઝંડો ફરકાવી દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો. સમગ્ર દેશમાં વિવિધ લોકો પોત પોતાની રીતે અનોખી રીતે દેશ પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. Gujarat’s Shweta Parmar becomes the 1st licensed civilian skydiver from State.

ત્યારે દેશની ચોથી અને ગુજરાતની એક માત્ર લાયસન્સ ધારક સ્કાય ડાઈવર શ્વેતા પરમારે ગત પાંચમી ઓગસ્ટના રોજ રશિયા ખાતે 14 હજાર ફૂટની ઊંચાઈએથી જમ્પ કરી ગરવી ગુજરાત લખેલો ઝંડો લહેરાવી દેશ પ્રેમ વ્યક્ત કર્યો હતો અને ગરવી ગુજરાત લખેલો ધ્વજ આકાશમાં લહેરાવી ગુજરાતી હોવાનો ગર્વ પણ વ્યક્ત કર્યો હતો.

મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે એ ‘નારાયણી નમોસ્તુતે’ કાર્યક્રમમાં જે 18 બહેનોનું સન્માન કર્યું તેમાં ગુજરાતના પ્રથમ અને દેશના ચોથા મહિલા સ્કાય ડાઈવર શ્વેતા પરમાર નો સમાવેશ થાય છે.

25 વર્ષીય શ્વેતા પરમાર હાલ દેશમાં એક માત્ર એક્ટિવ મહિલા સ્કાય ડાઈવર છે. તેનું સપનું છે કે જે રીતે વિદેશમાં સ્કાય ડાઈવરની કોમ્પિટિશન હોય છે તેવી કોમ્પિટિશન આપણા દેશમાં પણ યોજાય. તે માટે સરકારે વિચારવું જોઈએ.

જો સરકાર મદદ કરે તો શ્વેતા વિના મૂલ્યે યુવતીઓ અને યુવકને મફત સ્કાય ડાઇવિંગ શીખવાડવા તૈયાર છે. શ્વેતાનું કહેવું છે કે સ્કાય ડાઇવિંગનો ડ્રેસ અને પેરાશૂટ વિદેશમાં મળતા હોવાથી મોંઘા છે. 8થી 10 લાખની કિંમત છે તેથી સામાન્ય લોકો તેને ખરીદી શકતા નથી.

ભારત તેનો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યો છે. આ પ્રસંગે રશિયામાં પણ ભારતીય દૂતાવાસે મોસ્કોમાં ચાલી રહેલા આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી દરમિયાન પેરાશૂટથી ‘તિરંગો’ ફરકાવ્યો હતો. દૂતાવાસે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે

જેમાં એક સ્કાયડાઇવર રશિયાના આકાશમાં પેરાશૂટ વડે ભારતીય ધ્વજ લહેરાવતો જોવા મળે છે. વીડિયોની સાથેના કેપ્શનમાં લખ્યું છે કે, “જ્યારે આપણે સ્વતંત્રતાના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યા છીએ, ત્યારે હર ઘર તિરંગા ઝુંબેશની ઉજવણી કરીએ છીએ ત્યારે રશિયાના આકાશમાં તિરંગો ખૂબ જ ગર્વ સાથે લહેરાવવામાં આવ્યો છે.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.