GCRI (કેન્સર ઇન્સ્ટીટ્યુટ)માં સ્વાતંત્ર્ય પર્વ અને ‘હર ઘર તિરંગા’ અભિયાનની શાનદાર ઉજવણી
કેમ્પસમાં તિરંગા યાત્રા કાઢીને સમગ્ર કેમ્પસને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યું
ભારતની આઝાદીના સંસ્મરણોને સમાવિષ્ટ ફોટોગ્રાફ્સનું પ્રદર્શન યોજીને લોકોને આઝાદાની સંધર્ષગાથા થી અવગત કરાવ્યા
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના ‘હર ઘર તિરંગા’ અભિયાનના આહવાનને જી.સી.આર.આઇ.ના તબીબોએ ઝીલી લઇ હોસ્પિટલની વિવિધ બિલ્ડીંગ પર આન બાન અને શાન થી તિરંગો લહેરાવ્યો હતો.
જી.સી.આર.આઇ. ના ડાયરેક્ટર ડૉ. શંશાક પંડ્યાના નેતૃત્વ હેઠળ કેમ્પસમાં દેશદાઝ ઉત્પન્ન કરતી તિરંગા યાત્રા કાઢીને સમગ્ર કેમ્પસને દેશભક્તિના રંગમાં રંગવામાં આવ્યું હતુ.
આ તિરંગા આત્રા અને તિરંગા અભિયાને કેન્સર ઇન્સ્ટીટ્યુટના તબીબોમાં નવીન જોષ સાથે ઉર્જાનો સંચય કર્યો હતો.
આઝાદી ના અમૃત કાળને હોસ્પિટલમાં યાદગાર બનાવવાના પગલે ડાયરેક્ટર શ્રી દ્વારા ભારતની સ્વંતંત્રતા અને વિભાજન દિવસની સ્મૃતિના વિવિધ યાદગાર અને અવિસ્મરણીય ફોટોગ્રાફ્સનું પ્રદર્શન કાર્યરત કરીને યુવા પેઢી, તબીબો અને દર્દી સાથે તેમના સગાઓને ભારતની આઝાદીના સંધર્ષગાથા થી અવગત કરાવવામાં આવ્યા હતા.