Western Times News

Gujarati News

અંબિકા, કાવેરી અને પૂર્ણાના જળ સ્તરમાં વધારો

ચીખલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે

નવસારી જિલ્લામાં રાત્રે ધોધમાર વરસાદ પડ્યો

નવસારી,ગુજરાતમાં વરસાદનો ત્રીજાે રાઉન્ડ પણ ધમાકેદાર રહ્યો છે. ગુજરાતમાં હજુ બે દિવસ ભારે વરસાદની આગાહી છે. આ દરમિયાન નવસારી જિલ્લામાં રાત્રી દરમિયાન ધોધમાર વરસાદ નોંધાયો છે. નવસારી જિલ્લાના તમામ તાલુકામાં વરસાદ નોંધાયો છે. નવસારી અને જલાલપોર તાલુકામાં રાત્રે ૧૦થી સવારે ૦૬ સુધી સરેરાશ ૪.૩૦ ઇંચ વરસાદ નોંધાયો છે. જિલ્લાના અન્ય તાલુકાઓમાં સરેરાશ બેથી અઢી ઇંચ વરસાદ નોંધાયો છે.

નદીના કેચમેન્ટ વિસ્તારમાં વરસાદી માહોલ જામતા નવસારી વેરાવળ ખાતે આવેલ પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો છે. હાલ પૂર્ણા નદીની સાટી ૧૩ ફૂટથી વધીને ૧૭ ફૂટે પહોંચી છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં વરસાદ નોંધાયો છે. ચીખલી અને આસપાસના વિસ્તારોમાં વરસાદ પડતા કાવેરી નદીમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે. ચીખલી રિવરફ્રન્ટ પાસેથી પસાર થતી કાવેરી નદીનો લો લાઈન બ્રિજ અવરજવર માટે બંધ કરવામાં આવ્યો છે. બ્રિજ સુધી પાણી પહોંચી જવાને કારણે તેને બંધ કરવામાં આવ્યો છે.

સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. ભરૂચ નજીક ડેમની સપાટી હાલ સ્થિત જાેવા મળી રહી છે. ભરૂચ પાસે ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદી ૧૭ ફૂટે વહી રહી છે. હાલ નર્મદા ડેમમાંથી ૩.૫ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો રહેલો છે. ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદાની ભયજનક સપાટી ૨૪ ફૂટ છે. પાણી છોડવાને પગલે ભરૂચ જિલ્લાના ૪૦ ગામ અને ભરૂચ-અંકલેશ્વરના નદી કાંઠા વિસ્તારને એલર્ટ કરાયો છે.

ગોલ્ડન બ્રિજ ઝૂંપડપટ્ટીના ૪૦ મકાનના લોકોને સાવચેતીના ભાગરૂપે સલામત સ્થળે ખસેડાયા છે. સોમવારે ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ફરી જાેરદાર જમાવટ કરી છે. ત્યારે હવામાન વિભાગના અનુમાન પ્રમાણે હજુ બે દિવસ કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

૧૬ ઓગસ્ટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. એટલે કે અહીં ૭-૭ ઈંચ સુધી વરસાદ ખાબકી શકે છે. સૌરાષ્ટ્રના જામનગરમાં પણ ઓરેન્જ એલર્ટ અપાયું છે. જ્યારે પાટણ, મહેસાણા, અરવલ્લી, સુરત, નવસારી, વલસાડ, કચ્છ, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં યલો એલર્ટ અપાયું છે. ૧૭ ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ તથા કચ્છમાં ભારે વરસાદની સંભાવના છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.