Western Times News

Gujarati News

ભારે વરસાદની શક્યતાને કારણે જન્માષ્ટમીના તહેવારો બગડવાની શક્યતા

બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં નવી સીસ્ટમ: બનાસકાંઠા, નવસારી, સાબરકાંઠા, મહેસાણા, પાટણ જિલ્લામાં ચારથી સાડા સાત ઈંચ વરસાદ

ત્રણ દિવસ અગાઉ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાત સહિતના અનેક રાયોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ રાઉન્ડ હજુ પૂરો થયો નથી ત્યાં આગામી તારીખ ૧૯ ના શુક્રવારે બંગાળની ખાડીમાં ઉત્તર દિશામાં વધુ એક પ્રભાવશાળી લો પ્રેસર ઊભું થઈ રહ્યું છે.

આગામી જન્માષ્ટમીના તહેવારને કારણે ત્રણ ચાર દિવસના રજાના માહોલમાં ટુરીસ્ટો ગુજરાતના જોવાલાયક સ્થળો પર ઉમટે તેવી શક્યતા હતી. પરંતુ ભારે વરસાદની આગાહીને કારણે તહેવારો બગડે તેવું લાગી રહ્યુ છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમીમાં 3-4 દિવસ વેકેશનનો માહોલ હોય છે. ભારે વારસાદની આગાહીને કારણે લોકો ફરવા જવાનો પ્રોગ્રામ અટકાવે તેવું લાગી રહ્યુ છે.

અને તેના કારણે આગામી દિવસોમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થવાની શકયતા છે. ચાર દિવસ અગાઉ બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરની અસરના ભાગપે ગુજરાત સહિત દેશના અનેક રાયોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આ સિસ્ટમની અસર હજુ પૂરી થઈ નથી ત્યાં બંગાળની ખાડીમાં આગામી શુક્રવારે નવું લો પ્રેસર ઊભું થવાનું છે.

અરબી સમુદ્રમાં સાયકલોનિક સકર્યુલેશન જોવા મળ્યું છે અને ઓફશોર ટ્રફની લાઈન દક્ષિણ ગુજરાતથી મહારાષ્ટ્ર્રના દરિયાકાંઠા સુધી જોવા મળતી હોવાથી આગામી દિવસોમાં ભારે વરસાદનો વધુ એક રાઉન્ડ નજીકના ભવિષ્યમાં  થશે તેવી ચેતવણી આપવામાં આવે છે.

હવામાન ખાતાના જણાવ્યા મુજબ આવતીકાલે કચ્છ જિલ્લામાં વરસાદની શકયતા છે અને ત્યારબાદ એટલે કે શુક્રવાર અને  શનિવારે છૂટા છવાયા ઝાપટાઓ ચાલુ રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.