સરહદ પારથી શસ્ત્રો અને દારૂગોળાની તસ્કરી, કાશ્મીરી પંડિતો પર હુમલાનો ખતરો વધ્યો
શ્રીનગર, જમ્મુ-કાશ્મીરમાં કાશ્મીરી પંડિત સુનીલ ભટ્ટની હત્યા બાદ આંતકીઓએ બિન મુસ્લિમો માટે ચેતવણી જાહેર કરી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયના સૂત્રો અનુસાર કાશ્મીરમાં રાષ્ટ્રીય ધ્વજ ફરકાવવા અને વિવિધ સ્થળો પર તિરંગાયાત્રાને લઈને આતંકીઓમાં ગુસ્સો છે. તેણે ઘાટીમાં વધુ હુમલાની ચેતવણી આપી છે. ગુપ્ત વિભાગને ઈનપુટ મળ્યા છે કે સરહદ પારથી મોટી માત્રામાં નાના હથિયારો અને દારૂગોળાની તસ્કરી કરવામાં આવી છે, જે સ્પષ્ટ સંકેત આપે છે કે ઘાટીમાં આતંકી આ પ્રકારની ગતિવિધિઓને અંજામ આપી શકે છે.
જમ્મુ-કાશ્મીરના શોપિયાંમાં આતંકીઓએ બે કાશ્મીરી પંડિતો પર જીવલેણ હુમલો કર્યો. જાણકારી અનુસાર ઘટના સમયે બંને ભાઈ સફરજનના બગીચામાં કામ કરી રહ્યાં હતા. આતંકીઓએ એકે-૪૭થી તેના પર હુમલો કર્યો હતો આ હુમલામાં સુનીલ ભટ્ટનું મોત થયું છે.
જ્યારે પિન્ટૂ કુમાર હોસ્પિટલમાં દાખલ છે. આતંકી સંગઠન કેએફએફ (કાશ્મીર ફ્રીડમ ફાઇટર્સ) એ આ હુમલાની જવાબદારી લીધી છે. આતંકી સંગઠનનું કહેવું છે કે સુનીલ ભટ્ટ તિરંગા રેલીમાં ગયો હતો, તેથી તેની હત્યા કરવામાં આવી છે.
ઘાટીમાં આતંકવાદ વિરોધી અભિયાનોના પ્રભારી એક વરિષ્ઠ અધિકારીએ કહ્યુ કે, શોપિયાંમાં થયેલી આતંકી ઘટનાને લઈને સઘન ચેકિંગ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. કટાપોરાના આદિલ વાનીએ એક એકની ઓળખ કરી છે. બંનેને શોધવામાં આવી રહ્યાં છે.
તેમના અનુસાર પીડિત સુનીલ કુમારનો પરિવાર તે પરિવારોમાંથી એક હતો, જેણે ૧૯૯૦ના દાયકામાં પણ કાશ્મીરમાંથી પલાયન કર્યું નહોતું, જ્યારે આતંકવાદનો ત્રાસ વધુ હતો. હાલમાં હત્યાની ઘટના બાદ જમ્મુ-કાશ્મીર પોલીસનો એક ગાર્ડ તેના ઘરની બહાર તૈનાત હતો. જાણકારી અનુસાર બંને ભાઈઓને તિરંગા રેલીઓમાં ભાગ લેવા માટે લોકોને પ્રોત્સાહિત કરવા માટે નિશાન બનાવવામાં આવ્યા હતા.
સૂત્રો પ્રમાણે ગુપ્ત વિભાગને માહિતી મળી છે કે આતંકી આ પ્રકારની અન્ય ઘટનાને અંજામ આપી શકે છે. નિયમિત ઇનપુટ છે જે જણાવે છે કે સરહદ પારથી મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળાની તસ્કરી થઈ છે, અને એક સ્પષ્ટ સંકેત છે કે આ પ્રકારની હત્યા અને ગ્રેનેડ ફેંકવાના અલગ-અલગ મામલા આવનારા દિવસોમાં વધી શકે છે.
ગૃહ મંત્રાલયના એક અધિકારીએ જણાવ્યું કે આ પ્રકારની ઘટનાઓને ટ્રેનિંગ લીધા વગર પણ ગમે તે અંજામ આપી શકે છે. તેમણે કહ્યું કે, તે પ્રતીકો કે એવા લોકોને નિશાન બનાવી રહ્યાં છે જે પ્રતિષ્ઠાનના નજીકના માનવામાં આવે છે કે સંબંધિત ક્ષેત્રમાં સ્થાપિત તંત્રનું પ્રતિનિધિત્વ કરે છે.HS1MS