Western Times News

Gujarati News

આમોદ પાલિકાના વિપક્ષી નેતા અને ભરૂચ દુધધારા ડેરીના ડિરેક્ટર ભાજપમાં જાેડાયા

Bharuch dudhdhara dairy director joined BJP

(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) આમોદ પાલિકાના વિપક્ષી નેતા અને દુધધારા ડેરીના ડિરેકટર ભાજપમાં જાેડાઈ જતા આમોદ પાલિકાના રાજકારણમાં ભૂકંપ સર્જાયો હતો.આમોદ પાલિકાના અપક્ષ તરફથી ચૂંટાયેલા વોર્ડ નંબર બે ના સદસ્ય છે.ભરૂચ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા તેમનું ટોપી પહેરાવી ભાજપમાં સ્વાગત કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્રભાઈ દેસાઈ ગ્રામ પંચાયત સમયથી આમોદના રાજકારણમાં સક્રિય રહ્યા છે.તેમજ કોંગ્રેસમાં વિવિધ હોદ્દાઓ પણ નિભાવી ચૂકયા છે.જ્યારે ગત વર્ષે યોજાયેલ આમોદ પાલિકાની ચૂંટણીમાં અપક્ષ તરીકે ભાજપ-કોંગ્રેસને ટક્કર મારી વિજેતા બન્યા હતાં.તેઓ પોતે ભરૂચ દુધધારા ડેરીના ડિરેકટર પણ છે.

આમોદ પાલિકામાં વિપક્ષી નેતાએ પાલિકાના પ્રમુખ તેમજ ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત પણ લાવ્યા હતાં.તેમજ ગુજરાત હાઇકોર્ટમાં પાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ સામે પિટિશન પણ દાખલ કરી હતી.ત્યારે પાલિકાના મુખ્ય વિપક્ષી નેતા જ ભાજપમાં જાેડાઈ જતાં આમોદના રાજકારણના સમીકરણો બદલાઈ ગયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ભાજપના પાંચ નગરસેવકોને અપક્ષ તરફી ખેંચવામાં તેમનું યોગદાન રહ્યું છે અને ભાજપના પાંચ નગરસેવકોએ આમોદ પાલિકાના સભ્ય પદેથી ત્રણ મહિના પહેલા રાજીનામુ પણ આપી દીધું હતું.ત્યારે હવે પાલિકાના વિપક્ષી નેતા પોતે જ ભાજપમાં જાેડાઈ જતાં આમોદ નગરના રાજકારણમાં ગરમાટો આવી ગયો છે.

તેમજ આમોદ પાલિકાની પાંચ સદસ્યોની પેટા ચૂંટણી યોજાશે ત્યારે હવે રાજકારણના સમીકરણો બદલાઈ જતાં આમોદ નગરમાં ભારે ચર્ચાઓ જાગી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.