૨૭ વર્ષથી એક્ટિંગ ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલી નૂપુર મુંબઈ છોડી હિમાલયમાં વસશે

મેં ફેબ્રુઆરીમાં સંન્યાસ લીધો હતો, હું તીર્થસ્થળોની મુલાકાત લેવામાં અને જરૂરિયાતમંદોની મદદ કરવામાં વ્યસ્ત છું
મુંબઈ, ટીવી એક્ટ્રેસ નૂપુર અલંકાર, જે આશરે ૨૭ વર્ષથી ઈન્ડસ્ટ્રી સાથે જાેડાયેલી હતી તેણે એક્ટિંગ છોડી દીધી છે અને આધ્યાત્મિકતાનો માર્ગ અપનાવ્યો છે. તેણે કહ્યું હતું કે, ‘મેં ફેબ્રુઆરીમાં સંન્યાસ લીધો હતો. હું તીર્થસ્થળોની મુલાકાત લેવામાં અને જરૂરિયાતમંદોની મદદ કરવામાં વ્યસ્ત છું.
આધ્યાત્મ તરફ મારો હંમેશા ઝુકાવ રહ્યો છે અને તેને અનુસરતી હતી. તેથી, હું સંપૂર્ણરીતે સમર્પિત થઈ તે પહેલા સમય પહેલાની આ વાત હતી. શંભુ શરણ ઝા જેવા યોગ્ય ગુરુને મળવીને ધન્યતા અનુભવું છું, આ માટે હું CINTAA (સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિએશન)ની આભાર છું, જ્યાં મેં કમિટીના સભ્ય તરીકે કામ કર્યું હતું અને હેલ્થ વર્કશોપનું આયોજન કર્યું હતું. તેના લીધે હું મારા ગુરુના સંપર્કમાં આવી હતી, જેમણે મારા જીવનનો માર્ગ બદલી નાખ્યો’.
નૂપુર અલંકારે મુંબઈ શહેર પણ છોડી દીધું છે અને હવે તે હિમાલયમાં વસવાટ કરશે. ‘તે ખરેખર એક મોટું પગલું છે. હિમાલયમાં રહેવાથી મારી આધ્યાત્મિક યાત્રામાં વધારો થશે અને તેને વેગ મળશે. મેં મારા પ્રવાસ અને મૂળભૂત જરૂરિયાતના ખર્ચા માટે મુંબઈ સ્થિત મારો ફ્લેટ ભાડે આપી દીધો છે’. નૂપુર અલંકાર તેના દેખાવ અને સંન્યાસી બનવાના ર્નિણય પરની પ્રતિક્રિયાઓથી ખુશ છે.
‘મને ખબર નથી પડતી કે લોકો કેમ એવું વિચારે છે કે, હું ભાવનાત્મક રીતે વહી ગઈ અને થાકી ગઈ તેથી આ ર્નિણય લીધો. આધ્યાત્મિક માર્ગ પર આગળ વધવા માટે વ્યક્તિનું મનોબળ મક્કમ હોવું જાેઈએ’. લોકડાઉને તેને આ માર્ગ તરફ જવામાં વધારે મદદ કરી હોવાનું જણાવ્યું હતું. માત્ર એક જ વ્યક્તિ નૂપુરના સંન્યાસ લેવાથી આશ્ચર્યચકિત નહોતી થઈ અને તે હતી તેની બહેન જિજ્ઞાસા. તે હંમેશાથી એ હકીકતથી અજાણ હતી કે, નૂપુર જ્યારે તેના કરિયરના પીક પર હતી ત્યારથી ૨૦૦૭થી યોગની પ્રેક્ટિસ કરી રહી છે.
‘હું માર્ગને અનુસરી રહી હતી તે જિજ્ઞાસા જાણતી હતી. તેણે મને કલાકો સુધી સાધના કરતી જાેઈ હતી. તેથી, તે જાણતી હતી કે શું થવાનું છે. એક્ટ્રેસમાંથી સંન્યાસી બનેલી નૂપુર અલંકાર એક્ટિંગને સહેજ પણ મિસ કરતી નથી. ‘હવે મારા જીવનમાં ડ્રામા માટે જગ્યા નથી. સ્ક્રીન પર જે પણ ઢોંગ અને ખોટાનો આશરો લઈએ છીએ તે હું પૂર્ણ કરી ચૂકી છું.
ડિસેમ્બર, ૨૦૨૦માં મારી માતાના અવસાન થયા બાદ મને કંઈ પણ ગુમાવવાનો ડર ન હોવાનો અહેસાસ થયો હતો. હું તમામ અપેક્ષાઓ અને ફરજાેથી મુક્ત અનુભવતી હતી. હકીકતમાં, તાબિલાનીઓ અફઘાનિસ્તાન પર કબ્જાે કરતાં મારા જીજાજી ત્યાં ફસાઈ જતાં સંન્યાસ લેવામાં મારે મોડું થયું હતું’.ss1