Western Times News

Gujarati News

કોમેડિયન ભારતી સિંહનો દીકરો ગોલા બન્યો કૃષ્ણ

જન્માષ્ટમી નિમિત્તે શેર કર્યો તેનો ક્યુટ વીડિયો

દીકરાના માથે મોરપીંછ જાેવા મળી રહ્યું છે, ભારતીએ વિડીયોના કેપ્શનમાં લખ્યું કે ભગવાનનો દરેક ચીજવસ્તુ માટેનો આભાર

મુંબઈ,કોમેડિયન ભારતી અને હર્ષના દીકરા ગોલાના ઘણાં વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કોમેડિયન ભારતી સિંહે સોશિયલ મીડિયા પર પતિ હર્ષ લીંબાચિયા સાથે દીકરા લક્ષ્ય ઉર્ફે ગોલાનો એક ક્યુટ વિડીયો શેર કર્યો છે. આ વિડીયોમાં ભારતી સિંહનો પતિ હર્ષ લીંબાચિયા તેમના ૩ મહિનાના દીકરા સાથે મસ્તી કરતો જાેવા મળી રહ્યો છે. દીકરાના માથે મોરપીંછ જાેવા મળી રહ્યું છે.

કોમેડિયન ભારતી સિંહે આ વિડીયોના કેપ્શનમાં લખ્યું કે ભગવાનનો દરેક ચીજવસ્તુ માટેનો આભાર. વિડીયો પર કૃષ્ણજન્માષ્ટમી #love #gollaના હેશટેગનો ઉપયોગ કર્યો. સાથે જ દીકરા અને પતિને ટેગ કર્યા. આ વિડીયો પર સિંગર નીતિ મોહને કોમેન્ટ કરતા લખ્યું કે, કેટલો પ્રેમાણ કાનુડો. આ વર્ષે તારીખ ૩ એપ્રિલના રોજ ભારતી અને હર્ષના દીકરા લક્ષ્યનો જન્મ થયો હતો.

ભારતી અને હર્ષ પોતાના યૂટ્યુબ વ્લોગ પર દીકરાના વીડિયો શેર કરતા રહે છે અને તેને લગતી વાતો પણ ફેન્સ સાથે કરે છે. લક્ષ્યના જન્મના એક દિવસ પહેલા સુધી ભારતી કામ કરતી હતી અને હવે નાનકડા બ્રેક પછી તેણે ફરીથી કામ શરુ કર્યું હતું. ભારતી રિયાલિટી શૉ હુનરબાઝની હોસ્ટ તરીકે જાેવા મળી હતી. સેલેબ્રિટી તરીકે ઓળખ બનાવતા પહેલા કોમેડિયન ભારતી સિંહે ઘણો સંઘર્ષ કર્યો છે.

એક ચેટ શૉમાં ભારતી સિંહે કહ્યું કે હું જ્યારે માત્ર ૨ વર્ષની હતી ત્યારે મારા પિતાનું નિધન થઈ ગયું હતું. ત્યારે મારી માતા ૨૨ વર્ષની હતી અને પરિવાર આર્થિક સંકટનો સામનો કરી રહ્યો હતો. ત્યારે મારી માતા એક કારખાનામાં કામ કરતી હતી અને સાથે-સાથે ઘરનું કામ પણ કરતી હતી. હું સીવણ મશીનનો અવાજ સાંભળીને મોટી થઈ છું. ભારતી સિંહે વધુ વાત કરતા જણાવ્યું કે, લોકો મારી માતાને ગાળો આપતા હતા અને જલદી દેવાની ચૂકવણી કરવાનું કહેતા હતા.

જેથી મને ત્યારે પુરુષો પ્રત્યે ભારે ગુસ્સો હતો. દેવાની ચૂકવણીને યાદ કરતા જ મારી માતા ઉદાસ થઈ જતી હતી. ભારતી સિંહે એવું પણ કહ્યું કે અમારી આર્થિક સ્થિતિ નબળી હોવાથી હું જ્યારે મારી માતાના પેટમાં હતી ત્યારે તે અબોર્શન કરાવવા માગતી હતી. પણ, મારી માતાએ એવું કર્યું નહીં જેથી મને માતા પર ગર્વ છે. ભારતી સિંહે હંમેશાં પોતાની સફળતાનો શ્રેય માતાને આપ્યો છે અને તેણે કહ્યું કે હું મારા શરીરના વજન અથવા પૈસા માટે નથી વિચારતી. હું મારી માતાને ગુમાવવાની કલ્પના પણ કરી શકું નહીં.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.