વિરોધીઓનું હું આભાર માનું છું. મારાથી કોઈ ભૂલ થાય તો મને એ યાદ અપાવજાેઃ સી આર પાટીલ
આચાર સંહિતા લાગુ થવા આડે માત્ર ૬૦ દિવસ બાકી રહ્યા છે –ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાતને ૬૦ દિવસ બાકી
વડોદરા, ગુજરાતમાં હવે ચૂંટણીઓ નજીક આવતી જતી દેખાઈ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ૬૦ દિવસ પછી જાહેરાત કરવામાં આવશે, સીઆર પાટિલના આ નિવેદન બાદ એટલું તો ચોક્કસ નક્કી થયું છે કે હવે ચૂંટણીને બે મહિના જેટલો જ સમય બાકી રહ્યો છે.
વડોદરાના સાવલીમાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ચૂંટણીલક્ષી એક નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે આચાર સંહિતા લાગુ થવા આડે હવે માત્ર ૬૦ દિવસ બાકી રહ્યા છે. ૬૦ દિવસ બાદ ચૂંટણી જાહેર થઈ શકે છે. સાવલી વિધાનસભા બેઠક ભાજપની સુરક્ષિત બેઠક છે. ત્યારે વિધાનસભાની ચૂંટણીઓ માટે ભાજપે તૈયારીઓ શરૂ કરી દીધી છે.
વડોદરા તાલુકા ભવનના લોકાર્પણમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ તેમ જ પંચાયત મંત્રી હાજર રહ્યા હતા. ૨.૪૭ કરોડના ખર્ચ બનાવવામાં આવેલ નવીન તાલુકા પંચાયતનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલે પોતાના સંબોધનમાં કેતન ઈનામદાર ટિકિટ મળશે તેવો સંકેત આપ્યો હતો.
ગઈ ચૂંટણીમાં ૪૧ હાજર મતે કેતન ઇનામદારને જીતાડયા હતા. આ વિધાનસભા ચૂંટણીમાં તેઓ ૧ લાખ મતે સાવલીના મતદારો જીતાડશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાવલીના કેટલા સારા કામ કર્યા છે. ત્યારે ફરી કેતન ઇનમદારને ફરી વિધાનસભામાં મોકલવામાં આવશે.
ફરી સાવલી ડેસર તાલુકાના દૂધના ભાવ ફેર મામલે પણ તાલુકાના પશુપાલકોનો અહીં બોલાવવામાં આવ્યા હતા. તાલુકામાં કોઈ પણ કામ હોય તો કેતન ઇનામદારે તમામ કામ કર્યા છે. તમામ સાવલી ડેસર તાલુકાના કામને લઈને વિધાનસભામાં રજૂઆત કરે છે. ત્યારે ફરી કેતન ઈનામદારને આગામી ચૂંટણીમાં જીતાડી વિધાનસભામાં મોકલવામાં આવશે.
કેતન ઈનામદારે જણાવ્યું હતું કે, સાવલીના મતદારો પર મારો પુરેપુરો વિશ્વાસ છે. આ વખતે મને ૧ લાખ મતે જીતાડશે. પાર્ટી જેટલીવાર મને મોકો આપે તેટલીવાર મારા માટે ઓછી છે. હું લોકોના કામ કરવા માટે બન્યો છું. મારી આખી પેઢી લોકો માટે કામ કરશે.
મારા વિરોધીઓનું હું આભાર માનું છું. મારાથી કોઈ ભૂલ થાય તો મને એ યાદ અપાવજાે અને કઈ કામ રહી જાય તો એ કામ પહેલાં હું કરું છું. ગત ચૂંટણીમાં મને ૪૧ હાજર મતે જીતાડ્યો હતો. પરંતુ આ વિધાનસભા ચૂંટણીમાં ૧ લાખથી સાવલીના મતદારો મને જીતાડશે તેવો વિશ્વાસ છે.