Western Times News

Gujarati News

હિસ્ટિરિયા એપિલેપ્સી અપસ્માર વાઈ મૂર્છા સાથે ફીટમાં અચાનક રોગનો હુમલો થાય તો શું કરશો

અપસ્મારમાં વેગનો હુમલો ગમે તે સમયે આવી શકતો હોવાથી આવાં દર્દીઓએ વાહન ચલાવવાનું ટાળવું જોઈએ, અથવા ખૂબ જ સાવધાની પુર્વક વાહન ચલાવવું જોઈએ.

આયુર્વેદમાં જેને અપસ્માર વાઈ ખેંચ,ફીટ અને આંચકી આવવી એવા જુદા જુદા નામોથી ઓળખવામાં આવે છે.એપિલેપ્સી નામના રોગની અપસ્માર અને સાદી ભાષામાં વાઈ તરીકે ઓળખવામાં આવે છે. આ રોગમાં દર્દીની આંખો સામે અંધકાર છવાઈ જતો હોય તેવું તેને લાગે છે. રોગી ઘણીવાર હાથ-પગ પછાડે છે. તેની આંખો ઉપર ચઢી જાય છે.

તેનાં દાંત બંધાઈ જાય છે અને મોઢામાં ફીણ આવી જાય છે. ઘણીવાર રોગી ઊંઘમાં હોય ત્યારે પણ ખેંચના હુમલાં આવી શકે છે.અચાનક રોગોનો હુમલો થતાં રસ્તા વચ્ચે માનવી ધડામ દઇને પડી જાય છે, શરીર ખેંચાય છે. ફીણ આવવું એ વાઇ નું મુખ્ય લક્ષણ છે.ક્યારેક જીભ કચરાઇને લોહી નીકળે છે આજુબાજુના લોકો એકઠા થઇ ડુંગળી સૂંધાડો,જોડો સૂંધાડો તેમ કહે છે.

જેમ અચાનક હુમલો આવે છે તેમ કહે છે.જેમ અચાનક હુમલો આવે છે.તેમ શમી પણ જાય છેઅને બેઠો થઇ નંખાયેલી હાલતમાં આજુબાજુ જોયા કરે છે.હિસ્ટિરિયામાં મૂર્છા સાથે ફીટ આવે છે પણ ફીણ આવતું નથી.જ્યારે વાઇમાં મૂર્છા,ફીટ સાથે ફીણ પણ અચૂક રીતે આવે છે.

ShriramVaidya-logo
Mo. 9825009241

બીજા લક્ષણોમાં દાંત બંધાઇ જાય છે,હાથ પગ પછાડે છે,આંખોના ડોળા ઉંચે ચઢી જાય છે,આંખો ઉઘાડ મીંચ કર્યા કરે છે,આ રોગ યુવતીઓ કરતાં યુવકોમાં વધારે વધુ જોવા મલે છે.

અને તેના હુમલામાં યુવકા કરતા યુવતીઓ ઘણાં લાંબા સમય સુધી લાકડાની માફક અચેતન અવસ્થામાં પડી રહે છે.ના હાલે કે ચાલે એવી વિશિષ્ટ તંદ્રામાં પડી રહે છે.

આ રોગનો હુમલો થયા પછી ફરીથી ક્યારે થશે,કેવા સંજોગોમાં થશે તેનો નિશ્ર્ચિત સમય હોતો નથી.જેથી રોગી અને તેના કુંટુંબમાં ઉપર ચિંતાની ઘેરી લાગણી છવાઇ જાય છે.આવા દર્દી માટે ભઠીનું કામ,કોઇ યંત્ર ચલાવવાનું કામ તેના માટે જોખમ ભરેલુંછે.ઘણી વ્યક્તિઓ ચિકિત્સાર્થેઆવે છે

જેમાં માત્ર દાંત બિડાઇ જાય છે,આંખોની કીકીઓ સ્થિર કરીને,ચકિત બનીને એકધારી રીતે જોયાકરે છે.આ હુમલો વારંવાર કે એકાદ મિનિટ માટે આવીને શમી જાય છે.ક્યારેક રોગી શ્ર્વાસોચ્છવાશ ખૂબ જોરથી લેવા માંડે છે અને જાગૃતિ આવ્યા પછી માથાના દુખાવાની ફરિયાદ કરે છે.નાના બાળકની માતા કહે છે કે હમણાં જ શરીર વાદળી રંગનું બની ગયું,

અત્યારે હવે કાંઇ જ નથી,શું થઇ ગયું એસમજી શકાતુ નથી,પણ અવશ્ય તેને ખેંચ આવી ગઇ.કેટ્લાક રોગીઓમાં ક્ષણમાત્રમાં હુમલો આવી ભાનમાંઆવી ગયા પછીકાં તો એકાએક કપડા ઉતારવા માંડશે,આમ તેમ આંટા મારવામાંડશે અથવા જે કાંઇ હાથમાંઆવે તે ગમે ત્યાં ફેંકવા માંડશે.ચોપડી હાથમાં આવેતો તેને ફાડી નાખશે.

કેટલાક વિશેષ લક્ષણોમાં જેનાંપ્રત્યે દ્વ્રેષ છે એવી બીજી કોઇ વ્યક્તિનીવસ્તુ કે ચીજ લઇને પોતાના ગજવામાં મૂકી દેશે.કેટલાક કેસોમાં બહેરાશ આવી જવાના દાખલા જોવા મળ્યા છે.કેટલાકને શ્વાસમાં અવરોધ,આંખોમાં વિચિત્ર લક્ષણો જેવાકે દેખાવું બંધ થવુ,અગ્નિની જ્વાળાઓ દેખાવી,

કાનમાંવિચિત્ર અવાજ સંભળાવા,નાકની ફરિયાદમાં ખૂબજ દુર્ગંધવાળીવાસ આવવી.સ્વાદમાં વિચિત્ર સ્વાદનો અનુભવ થવો.શરીરની બધી માંશપેશીઓ અકડાઇને સ્તબ્ધ થવી,જેને કારણે ગળું,માથું,ખભા સીધી અકડાયેલી અવસ્થામાં રહીને ગળુ પાછળની બાજુ વળી જવુ.હાથની મુઠીઓ પણ સખત રીતે બીડાવી,વગેરે વિકૃતિઓ થાય છે.

ક્યારેક શ્વાસનાળી અને શ્વાસની માંશપેશીઓ અકડાઇ જાય છે.ટૂંકમાં શરીરનું અકડાઇ જવું એ મૂર્છા સાથે વાઇનું લક્ષણ છે. આ રોગમાં દર્દી ઘણીવાર પડી જતાં શરીરમાં આડું-અવળું વાગી જવાની પણ શક્યતા રહે છે. તો ઘણી વખત દાંતથી જીભ કપાઈ જતાં મુખમાંથી લોહી પણ નીકળે છે. સાવચેતીમાં સૌ પ્રથમ શરીરના કપડાં ઢીલા કરવા,

દાંત વચ્ચે રૂમાલ કે કપડાનો ડૂચો મૂકવો જેથી જીભ ન કચરાય.મોટે ભાગે આ રોગ 15 થી 25 વર્ષનીઉંમર સુધીમાં થઇ આવે છે.આ ભયંકર રોગનું આજ દિન સુધી કોઈ નિશ્ચિત કારણ જાણી શકાયું નથી. પરંતુ ચિંતા, શોક, ક્રોધ, આદિ કારણોથી પ્રફુલિત થયેલાં વાતાદિ દોષો મનોવાહી સ્ત્રોતોમાં વ્યાપ્ત થઈ સ્મૃતિભ્રંશ કરીને આ રોગ ઉત્પન્ન કરે છે.

આ રોગ માટે આયુર્વેદમાં ઘણાં ઉપચારો બતાવવામાં આવ્યાં છે. જેમાંથી લાભપ્રદ અનુભૂત પ્રયોગો અહીં સૂચવું છું. જેમાંથી અનુકૂળ પડે તો કોઈ પણ પ્રયોગ વૈદ્ય કે નિષ્ણાંતની સલાહ મુજબ કરવો જેમાં.

ઉપચાર; લસણ : એક કળી લસણ 3કળી તલના તેલમાં શેકીને લેવી.દરરોજ એકેક કળી વધારી એકવીસ કળી સુધીનો પ્રયોગ કરવો મારા અનુભવમાં આ સરળ પ્રયોગ ખૂબજ લાભપ્રદ જણાયો છે.આ પ્રયોગમાં 21 કળી સુધી વધ્યા પછી રોજ 21 કળી વધારાના એકવીસ દિવસ સુધી નિયમિત સેવન કરવા સૂચવુ છુ ત્યારબાદ ક્રમાશ એકેક ઘટાડવી.

આ ચડતા ઉતરતા ક્રમથી ત્રણ પ્રયોગ કરવાસાથે બસ્તિ પ્રયોગ કરવો.શંખકીટ પ્રયોગ:    શંખકિટ 25 ગ્રામ,અજમો 25 ગ્રામ,સૂઠ 100 ગ્રામ,માલકાંગણી 100ગ્રામ, ગોળ 250 ગ્રામ મેળવી ઘૂંટી ચણી બોર જેવી ગોળીઓ કરી,બે થી ત્રણ ગોળી ત્રણ વખત આપવી.આ મારો ખૂબજ લાભપ્રદ વિશેષ અનુભૂત પ્રયોગ છે જે વાપરવાની ભલામણ કરુ છુ.

વચા ચૂર્ણ:   ક્રમશ: 120મિ.ગ્રા.થી વધારીને 2 ગ્રામ સુધી ધી સાકરના અનુપનથી આપવું સારસ્વત ચૂર્ણનો પ્રયોગ લાંબા સમય કરવાથી રોગ કાબુમાં આવી જાય છે.જ્યોતિષ્મતિ તેલ:  1 ટીપાંથી શરૂ કરી 21 ટીપાં સુધી વધતા જવું,21 ટીપાં સુધી ચાલુ રાખવા.રોગ સંપૂર્ણ કાબુમાં આવી ગયો જણાયતો એકેક ટીપું ઘટાડવું,

ત્યાર પછી દરરોજ સાત ટીપાં એક થી બે વર્ષ સુધી ચાલુ રાખવુ. વાવડીંગ અને પીપરનું સમભાગ ચૂર્ણ કરી ૫-૫ ગ્રામ સવાર-સાંજ રોગીને આપવું.અક્કલકરો અને વ્રજનું સમભાગ ચૂર્ણ દિવસમાં ૩ વખત મધ સાથે ખવડાવવું.એક અસરકારક ટીકડી: સર્પગંધા 90ગ્રામ, શતાવરી 20 ગ્રામ, અશ્વગંધા 20 ગ્રામ,.સુતશેખર 30 ગ્રામ, જટામાંશી 60 ગ્રામ, શંખપુષ્પીધન 20 ગ્રામ,સારસ્વત ચૂર્ણ 60 ગ્રામ,આ બધું મેળવી 0ll ગ્રામની ગોળી વાળવી.

જ્મ્યાપછી બબ્બે ગોળી પાણીસાથે આપવી. અપસ્માર રોગમાં જ્યારે વેગ આવેલો હોય ત્યારે,ભોંયરીંગણીનાં ડોડવાનો રસ બે ટીપાં જેટલો નાકમાં મૂકવાથી વેગ શાંત થઈ જાય છે.  ઉપરાંત નિષ્ણાંત સલાહ મુજબ બ્રાહ્મણીવટી, સ્મૃતિસાગર રસ, રૌપ્યભસ્મ, મુક્તપિષ્ટી વગેરેનું સેવન પણ આ રોગમાં ખૂબ જ લાભપ્રદ છે.

અપસ્મારનાં રોગીએ મનને શાંત રાખવું જોઈએ ચિંતા, ક્રોધ, ઉદ્વેગ, ઇર્ષા જેવા મનોગત ભાવોથી હંમેશાં બચવું જોઈએ, કારણ કે ઉપરોક્ત મનોભાવો આ રોગને વધારવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. આ ઉપરાંત અપસ્મારમાં વેગનો હુમલો ગમે તે સમયે આવી શકતો હોવાથી આવાં દર્દીઓએ વાહન ચલાવવાનું ટાળવું જોઈએ, અથવા ખૂબ જ સાવધાની પુર્વક વાહન ચલાવવું જોઈએ.

ઉપરાંત પાણી, ઊંચાઈ વગેરે તરફ જવાનું પણ ટાળવું, જેથી અનિચ્છનીય કોઈ પણ બનાવથી બચી શકાય. યોગવચ, રાસ્ના ફૂલાવેલો ટંકણખાર સમાનભાગે લેવા અને જટામાંસી ચૂર્ણ બમણાં ભાગે લેવું. આમાંથી લગભગ ૨૦ ગ્રામ જેટલું ચૂર્ણ ૧૦૦ ગ્રામ પાણીમાં ધીમા તાપે ઉકાળવું તથા ૫૦ ગ્રામ જેટલું પાણી રહે ત્યારે ઉતારી લેવું

અને ગાળી લેવું એમાંથી અડધું સવારે અને અડધું સાંજે પીવાથી થોડા જ દિવસોમાં ફાયદો જણાશે.ઉપરોક્ત ત્રણમાંથી કોઈ પણ એક પ્રયોગ નિષ્ણાંતની સલાહમાં રહીને કરવાથી અપસ્માર રોગ ઉપર ચોક્કસ અદ્ભૂત પરિણામ મળશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.