સહકર્મીએ ઓફિસમાં મહિલાને જાેરથી ગળે લગાવતા ૩ પાંસળીઓ તૂટી ગઇ

કોર્ટે કર્યો વળતરનો આદેશ
ડોક્ટરે એક્સ રે સ્કેન કર્યું તો જાણવા મળ્યું કે તેની ૩ પાંસળીઓ તૂટી ગઇ હતી અને જેમાંથી બે જમણી બાજુ અને એક ડાબી બાજુ હતી
નવી દિલ્હી,ઘણી વખત ઓફિસોમાંથી ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવે છે. ઘણી વખત અન્ય સહકર્મીને કારણે કોઇ સહકર્મીને ઘણું સહન કરવું પડે છે, તો ક્યારેક કંપની પણ કન્ફ્યુઝ થઈ જાય છે. ચીનમાં એક અજીબોગરીબ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં એક વ્યક્તિએ પોતાની મહિલા સહકર્મીને એટલી જાેરથી ગળે લગાવી કે મહિલાની ત્રણ પાંસળીઓ તૂટી ગઈ હતી. હકીકતમાં આ ઘટના ચીનના એક શહેરની છે.
જેમાં મહિલાએ કોર્ટમાં તેના સહકર્મી સામે વળતર માટે દાવો કર્યો હતો. ધી ટ્રિબ્યુને એક અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહ્યું હતું કે, બંને રાબેતા મુજબ મળી રહ્યા હતા અને બધા એકબીજા સાથે વાતો પણ કરી રહ્યા હતા. ત્યારે, જ્યારે મહિલા ઓફિસમાં એક ભાગીદાર સાથે વાતચીત કરી રહી હતી. ત્યારે અન્ય સાથી તેની પાસે આવ્યો અને તેને જાેરથી ગળે લગાવી. ગળે મળ્યા પછી સ્ત્રી પીડાથી કણસતી હતી.
લાંબા સમય સુધી તેને છાતીમાં દુખાવો થતો હતો. બાદમાં મહિલા હોસ્પિટલમાં ગઇ તો ખબર પડી કે તેના એક નહીં પરંતુ ત્રણ હાડકા તૂટી ગયા છે. જ્યારે ડોક્ટરે એક્સ રે સ્કેન કર્યું તો જાણવા મળ્યું કે તેની ૩ પાંસળીઓ તૂટી ગઇ હતી અને જેમાંથી બે જમણી બાજુ અને એક ડાબી બાજુ હતી.
દુખાવાના કારણે તેને ઓફિસેથી રજા લેવાની ફરજ પડી હતી. રિપોર્ટ અનુસાર, આ કેસ થોડો જૂનો હોવા છતાં તે ચર્ચામાં આવ્યો કારણ કે હવે તેના પર કોર્ટ તરફથી ર્નિણય આવ્યો છે. મહિલાએ તેના સાથી સામે આર્થિક નુકસાન માટે નુકસાનની ભરપાઇ માટે દાવો કર્યો હતો. જેના પર કોર્ટે આદેશ આપ્યો કે સહકર્મી મહિલાને લગભગ ૧.૧૬ લાખ રૂપિયાનું વળતર ચૂકવે.
કોર્ટે કહ્યું કે, એવા કોઈ પુરાવા નથી કે તે સાબિત કરે કે મહિલાએ તે પાંચ દિવસ દરમિયાન કોઈ એવી પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો. જેના કારણે હાડકાં તૂટ્યા હોય. આ ઘટનાએ હાલ ચકચાર મચાવી છે.ss1