Western Times News

Gujarati News

૧૦ લાખ કિસ્સામાં માત્ર એક વખત જન્મે છે જાેડિયાં બાળકો

કોઈપણ મહિલા માટે મા બનવાનો અનુભવ ખાસ હોય છે

બાળકની માતા જણાવે છે કે, જન્મ સમયે બંને કલરમાં ખાસ ડિફરન્સ જાેવા નહોતો, પરંતુ ચાર મહિના બાદ બંને બાળકો ખૂબ અલગ લાગી રહ્યા છે

નવી દિલ્હી,કોઈપણ મહિલા માટે મા બનવાનો અનુભવ ખૂબ જ ખાસ હોય છે. તમામ મહિલા આ અવસ્થાને એન્જાેય કરે છે. પ્રેગનેન્સીના ૯ મહિના બાદ જ્યારે બાળક માના ખોળામાં આવે છે, ત્યારે માં પ્રેગનેન્સી સીકનેસ અને દુઃખાવો બધુ જ ભૂલી જાય છે. ત્યારે એક માના ખોળામાં બે બે બાળક રમતા હોય ત્યારે માતાની ખુશી બમણી થઈ જાય છે. સોશિયલ મીડિયા પર એક માતાએ પોતાના ટિ્‌વન્સ બાળકોના ફોટોઝ શેર કર્યા હતા.

પણ યૂઝર્સ સવાલ પૂછવા લાગ્યા હતા કે, શું આ બંને બાળકો ખરેખર તેના જ છે? યૂ.કે.ના નાટિંઘમાં રહેતી ૨૯ વર્ષીય ચૈંટેલે બ્રોઘતોએ એપ્રિલ ૨૦૨૨માં બે ટિ્‌વન્સ બાળકોને જન્મ આપ્યો હતો. બાળકોને જન્મ આપ્યા બાદ ચૈંટેલે લાગ્યું હતું કે, ભલે તેણે ટિ્‌વન્સ બાળકોને જન્મ આપ્યો હોય, પરંતુ આ બંને બાળકોમાં ખૂબ અલગ છે. એક બાળક ખૂબ જ ગોરું છે અને બીજા બાળકની સ્કિનનો કલર ડાર્ક છે.

આ બંને બાળકોનો સ્કિન ટોન અલગ છે. ચૈંટેલેએ એક બાળકનું નામ અયોન રાખ્યું છે અને બીજા બાળકનું નામ અજિરાહ રાખ્યું છે. અયોનનો સ્કિન ટોન ગોરો છે અને તેની આંખો લીલા રંગની છે. અજિરાહની આંખો ભૂરી છે અને સ્કિન ટોન ડાર્ક છે. જેનેટિક્સ એક્સપર્ટ આ અંગે જણાવે છે કે, આ પ્રકારના ટિ્‌વન્સનો જન્મ ખૂબ જ રેર કેસમાં થાય છે. ૧૦ લાખમાં માત્ર એક વાર જ આ પ્રકારે થાય છે.

આ બંને બાળકો મિક્સ્ડ રેસના છે. ચૈંટેલેના રિલેશનશીપના કારણે આ પ્રકારે થયું છે. ચૈંટેલેના દાદા નાઈઝિરિયાના હતા. આ બે ટિ્‌વન્સ બાળકના પિતા જમૈકન અને સ્ક્વોટિશ છે. જેનેટિક્સના કારણે બંને બાળકો કલર અલગ અલગ છે. બાળકની માતા જણાવે છે કે, જન્મ સમયે બંને કલરમાં ખાસ ડિફરન્સ જાેવા નહોતો મળતો, પરંતુ ચાર મહિના બાદ બંને બાળકો ખૂબ જ અલગ લાગી રહ્યા છે.

ચૈંટેલે અનુસાર આ બંને બાળકોના કલરની સાથે સાથે બધુ જ અલગ છે. આ બંને બાળકો ચાર મહિનાના છે અને તેમની પર્સનાલિટી પણ બિલકુલ અલગ છે. આ બંને બાળકોમાં એક જ વાત કોમન છે કે, બંને તોફાન ખૂબ જ કરે છે. દીકરાનો કલર ગોરો છે પરંતુ દીકરી ધીમે ધીમે તેના પિતાની જેમ ડાર્ક થતી જાય છે. ચૈંટેલેએ જણાવ્યું કે, લોકોને વિશ્વાસ જ નથી આવતો કે, આ બંને બાળકો ટિ્‌વન્સ છે. અનેક વાર લોકો પૂછે છે કે, શું ખરેખર આ બંને બાળકો તેના જ છે?ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.