મુક્કુ લાંબા સમય પછી રેસ્ટોરાંમાં અનુજને મળી

રિયલ લાઈફ અનુપમા સાથે કરી ખૂબ મસ્તી
સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી અનેરી વજાનીએ ગૌરવ અને તેની પત્ની સાથે કરેલી મસ્તીની ઝલક બતાવી છે
મુંબઈ,સીરિયલ ‘અનુપમા’માં અનુજ કપાડિયાના રોલમાં જાેવા મળતો એક્ટર ગૌરવ ખન્ના હાલમાં જ પત્ની આકાંક્ષા સાથે ડિનર પર ગયો હતો. જ્યાં તેને તેની ઓનસ્ક્રીન બહેન મુક્કુ એટલે કે એક્ટ્રેસ અનેરી વજાની મળી ગઈ હતી. અનેરી વજાનીએ ‘અનુપમા’માં અનુજ કપાડિયાની બહેન માલવિકા ઉર્ફે મુક્કુનો રોલ કર્યો હતો. ખાસ્સા દિવસો બાદ આ ઓનસ્ક્રીન ભાઈ-બહેન મળ્યા હતા ત્યારે તેમની વચ્ચે ઢગલાબંધ વાતો અને મસ્તી-મજાક થયા હશે.
જાેકે, લાગી રહ્યું છે કે, અનેરીને ગૌરવને મળવા કરતાં વધુ મજા તેની પત્ની આકાંક્ષા સાથે આવી હતી. બંનેએ સોશિયલ મીડિયા પર પોતાની ‘ચિલ’ કરતી અને મસ્તી કરતી કેટલીક તસવીરો શેર કરી છે. ગૌરવ ખન્ના અને અનેરી વજાની સહિત કેટલાય ટીવી સેલેબ્સ મુંબઈમાં એક રેસ્ટોરાંના ઓપનિંગમાં પહોંચ્યા હતા. જ્યાં ગૌરવ ખન્ના અને અનેરીની મુલાકાત થઈ હતી. આકાંક્ષા અને અનેરીએ સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તેઓ સાથે ટાઈમ વિતાવતા જાેવા મળી રહ્યા છે.
View this post on Instagram
ગૌરવ ખન્નાએ પણ અનેરી અને આકાંક્ષા ઉપરાંત અન્યો સાથે પોઝ આપ્યો હતો. બીજી તસવીરોમાં આકાંક્ષા અનેરી માટે ફોટોગ્રાફર બની હતી. અનેરી વજાનીએ ઓનસ્ક્રીન ભાઈ ‘અનુજ’ સાથે પોઝ આપ્યો હતો. જેમાં પોઝિંગમાં અનુજ સારો લાગે છે તેમ તેણે જણાવ્યું હતું. આ સિવાય આકાંક્ષાએ એક બૂમરેંગ શેર કર્યું હતું જેમાં ગૌરવનું ધ્યાન પોઝ આપવામાં છે જ્યારે આકાંક્ષા કંઈ બોલતી દેખાય છે.
આ સિવાય ગત સાંજની પાર્ટીમાંથી ગૌરવે પત્ની સાથેની કેટલીક રોમેન્ટિક તસવીરો શેર કરી છે. બ્લેક જેકેટ, ટી-શર્ટ અને પેન્ટમાં ગૌરવ હેન્ડસમ લાગી રહ્યો છે. જ્યારે પિંક રંગના આઉટફિટમાં આકાંક્ષા પણ સુંદર લાગે છે. શોની વાત કરીએ તો, અનેરી વજાનીનો ટ્રેક પૂરો થઈ ગયો હોવાથી લગભગ ૨-૩ મહિના પહેલા જ તેણે શોને અલવિદા કહી દીધું હતું. જાેકે, ફેન્સને મુક્કુ અને અનુજનું બોન્ડ ખૂબ પસંદ હતું અને તેઓ તેમની કેમેસ્ટ્ર્રી મિસ પણ કરી રહ્યા છે.
હાલ અનુજ-અનુપમાના લગ્ન બાદ અનુજના ભાઈ-ભાભી યુએસથી આવીને તેમની સાથે રહે છે. શોમાં હાલ અનુજ કપાડિયાને પેરાલિસિસ થઈ ગયો હોવાનું બતાવાયું છે. અનુપમા તેનું ધ્યાન રાખવાની સાથે પરિવારને પણ સંભાળતી દેખાય છે. આ સીરિયલ શરૂ થઈ ત્યારથી ટીઆરપીમાં ટોચ પર છે અને આજે પણ સ્થાન જાળવી રાખ્યું છે.ss1