Western Times News

Gujarati News

મને નથી લાગતું કે અનિલને કોઈ નાના કહે એ ગમશે:કરણ

કરણ જાેહરે સોનમ-આનંદને પાઠવી શુભકામના

સોનમ અને આનંદે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ૨૦.૦૮.૨૦૨૨. અમે અમારા બેબી બોયનું સ્વાગત કર્યું

મુંબઈ,શનિવારના રોજ જાણકારી સામે આવી હતી કે અભિનેત્રી સોનમ કપૂરે દીકરાને જન્મ આપ્યો છે. અને ત્યારપછી સોનમ કપૂર અને આનંદ અહૂજા પર શુભકામનાઓનો વરસાદ વરસી રહ્યો છે. ફિલ્મમેકર કરણ જાેહરે પણ સોનમ કપૂરને શુભકામનાઓ પાઠવી હતી. શનિવારે સાંજે પોતાના એક ઈન્સ્ટાગ્રામ લાઈવ સેશનમાં ફિલ્મમેકરે આ બાબતે પ્રતિક્રિયા આપી હતી.

ઉલ્લેખનીય છે કે ૨૦મી ઓગસ્ટના રોજ સોનમ કપૂર અને આનંદ અહૂજા પ્રથમ બાળકના માતા-પિતા બન્યા હતા. ઈન્સ્ટાગ્રામ લાઈવ દરમિયાન કરણ જાેહરે સોનમ કપૂર અને આનંદ અહૂજાની સાથે સાથે અનિલ કપૂર અને સુનિતા કપૂરને પણ શુભકામનાઓ પાઠવી હતી. કરણે સાથે સાથે સોનમ કપૂરની બહેન અને ફિલ્મ પ્રોડ્યુસર રિયા કપૂરનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ચોક્કસપણે માસી બનીનને રિયાની ખુશી પણ સાતમા આસમાને હશે. કરણ જાેહરે ઈન્સ્ટાગ્રામ લાઈવમાં કહ્યું કે, મને વિશ્વાસ નથી થતો કે સોનમ હવે એક માતા છે. મને નથી લાગતું કે અનિલને કોઈ નાના કહે એ ગમશે, કારણકે એ તો હજી પણ જવાન છે. સોનમ અને આનંદે સોશિયલ મીડિયા પર લખ્યું કે, ૨૦.૦૮.૨૦૨૨. અમે અમારા બેબી બોયનું સ્વાગત કર્યું. તમામ તબીબો, નર્સ, મિત્રો અને પરિવારના લોકોનો આભાર, જેમણે આખી જર્ની દરમિયાન અમારો સાથ આપ્યો.

 

View this post on Instagram

 

A post shared by Sonam Kapoor Ahuja (@sonamkapoor)

આ માત્ર એક શરુઆત છે, પણ અમને જાણ છે કે અમારા જીવન હવે બદલાઈ જવાના છે. આ પોસ્ટ સામે આયા પછી કમેન્ટ સેક્શન શુભકામનાઓથી ભરાઈ ગયુ હતું. દિયા મિર્ઝા, સયાની ગુપ્તા, અનુષ્કા શંકર, ક્રિતી સેનન, જેક્લીન ફનાર્ન્ડિઝ, કનિકા કપૂર, લિઝા હેડન, માધુરી દીક્ષિત, કેટરિના કૈફ, મલાઈકા અરોરા, અથિયા શેટ્ટી, આયેશા શ્રોફ, ટિ્‌વંકલ ખન્ના, નેહા ધુપિયા, ઝોયા અખ્તર, શ્રદ્ધા કપૂર સહિત અનેક સ્ટાર્સે પ્રેમ વરસાવ્યો છે.

સોનમ કપૂર અને આનંદ અહૂજાએ ૮મી મે ૨૦૧૮ના રોજ લગ્ન કર્યા હતા. માર્ચ ૨૦૨૨માં તેમણે જાહેરાત કરી હતી કે તેઓ માતા-પિતા બનવાના છે. તેઓ બેબીમૂન એન્જાેય કરવા માટે ઈટાલી પણ ગયા હતા. વર્ક ફ્રંટની વાત કરીએ તો, સોનમ ધ ઝોયા ફેક્ટર ફિલ્મમાં કામ કર્યુ હતુ. હવે તે પુરબ કોહલી, વિનય પાઠક સાથે બ્લાઈન્ડ નામની ફિલ્મમાં જાેવા મળશે. ફિલ્મ આ જ વર્ષે રીલિઝ થવાની શક્યતા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.