Western Times News

Gujarati News

પ્રિયંકાએ દીકરી માલતી સાથે પૂલના કિનારે કર્યું ચિલ

તેના હાથ-પગમાં પહેરાવેલી વસ્તુએ ખેંચ્યું ધ્યાન

માલતી મેરી પર અભિનેત્રી અનુષ્કા શર્મા, પ્રીતિ ઝિન્ટા, દિયા મિર્ઝા તેમજ સોનાલી બેન્દ્રેએ વરસાવ્યો પ્રેમ

મુંબઈ,પ્રિયંકા ચોપરા દીકરી માલતી મેરી ચોપરા જાેનસના જન્મ બાદ માતૃત્વના તબક્કાને મનભરીને માણી રહી છે. પ્રોફેશનલ કમિટમેન્ટ પૂરા કરવાની સાથે-સાથે તે બેબી ગર્લ માટે પણ સમય કાઢી લે છે અને તેની સાથે રમે છે. પ્રિયંકા ચોપરા ઘણીવાર દીકરીની તસવીરો શેર કરતી રહે છે પરંતુ આજ સુધી ચહેરો દેખાડ્યો નથી. રવિવારનો દિવસ પણ એક્ટ્રેસે દીકરીના નામે કર્યો હતો અને તેની સાથે ખૂબ મસ્તી કરી હતી.

તેની તસવીરો તેણે સોશિયલ મીડિયા હેન્ડલ પર શેર કરી છે. જણાવી દઈએ કે, એક્ટ્રેસ અને સિંગર-પતિ નિક જાેનસના ઘરે સરોગસી દ્વારા આ વર્ષના જાન્યુઆરીમાં સરોગસી દ્વારા દીકરીનો જન્મ થયો હતો. ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલી પહેલી તસવીરમાં મા-દીકરી એટલે કે પ્રિયંકા ચોપરા અને માલતી મેરી ઘર બહાર રહેલા સ્વિમિંગ પૂલ પાસે બેસીને ચિલ કરી રહ્યા છે. માલતી મેરી મમ્મીના ખોળામાં બેઠી છે અને પૂલ સામે જાેઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Priyanka (@priyankachopra)

તેણે વ્હાઈટ કલરનું ફ્રોક પહેર્યું છે અને માથામાં મેચિંગ બૉ હેરબેન્ડ પણ લગાવી છે. જ્યારે પ્રિયંકાએ તેની સાથે મેચિંગ કરતાં વ્હાઈટ શર્ટ અને શોર્ટ્‌સ પહેરી છે. બીજી તસવીરમાં માલતી મેરીના પગ મમ્મી પ્રિયંકાના ચહેરા પર છે અને તે હસી રહી છે. આ બંને તસવીરો પરથી એક્ટ્રેસ ટિપિકલ ઈન્ડિયન મોમ હોવાનું સાબિત થાય છે. તેણે દીકરીને નજર ન લાગે તે માટે હાથમાં કાળો દોરો જ્યારે પગમાં નજરિયા પહેરાવ્યા છે. કેપ્શનમાં લખ્યું છે ‘લવ લાઈક નો અધર’. આ સાથે તેણે રેડ હાર્ટ ઈમોજી મૂક્યું છે.

તસવીર પર કોમેન્ટ કરતાં માસી પરિણીતી ચોપરાએ તે ભાણીને મિસ કરી રહી હોવાનું લખ્યું છે. તો કરીના કપૂરે લખ્યું છે ‘પીસી અને તેની દીકરીને હગ’ આ સિવાય અનુષ્કા શર્મા, દિયા મિર્ઝા, પ્રીતિ ઝિન્ટા, સોનાલી બેન્દ્રે, નતાશા પૂનાવાલા તેમજ આશ્કા ગોરડિયાએ રેડ હાર્ટ ઈમોજી ડ્રોપ કર્યા છે. પ્રિયંકા ચોપરાએ એક મહિના પહેલા જ ૪૦મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તે વખતે જ દીકરી માલતી મેરી છ મહિનાની થતાં તેનો પણ હાફ બર્થ ડે મનાવવામાં આવ્યો હતો. કપલ પરિવારના સભ્યો તેમજ અંગત મિત્રો સાથે મોસ્કો ગયા હતા અને ગ્રાન્ડ સેલિબ્રેશન કર્યું હતું.

જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. વર્ક ફ્રંટની વાત કરીએ તો, પ્રિયંકા ચોપરા ખૂબ જલ્દી હોલિવુડની વેબ સીરિઝ ‘સિટાડેલ’માં જાેવા મળવાની છે. આ સિવાય તેની પાસે ફરહાન અખ્તરની ગર્લ રોડ ટ્રિપ પર આધારિત ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છેે. જેમાં તે આલિયા ભટ્ટ અને કેટરીના કૈફ સાથે સ્ક્રીન શેર કરતી જાેવા મળશે. આવતા વર્ષથી ફિલ્મનું શૂટિંગ શરૂ થાય તેવી શક્યતા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.