અંગૂરી રાત્રે પશુનો અવાજ કાઢે છે, જેને લીધે તિવારી ત્રાસી જાય છે

એન્ડટીવી પર ભાભીજી ઘર પર હૈ વિશે શુભાંગી અત્રે કહે છે, “અંગૂરી ભાભી (શુભાંગી અત્રે) મિત્રો સાથે પીવામાં સમય વિતાવતો હોવાથી તિવારી (રોહિતાશ ગૌર) પર ગુસ્સે થાય છે. અંગૂરીને સમજાવવા માટે તિવારી એવું કહે છે કે તે તેણીને બિનશરતી પ્રેમ કરે છે. તે તેની ઉંમર અને ત્વચાનો રંગ ગમે તે હોય તે છતાં પ્રેમના સમ ખાય છે.
અંગૂરી આ વિશે અનિતા ભાભી (વિદિશા શ્રીવાસ્તવ)ને કહે છે અને તેને માટે તિવારીની લાગણીઓની કસોટી કરવા માટે કહે છે. અનિતા અંગૂરીને રોજ પશુ જેવું વર્તન કરીને તેની પ્રતિક્રિયા જોવા માટે કહે છે. અંગૂરી રાત્રે પશુનો અવાજ કાઢે છે, જેને લીધે તિવારી ત્ર્યસ્ત થાય છે. બીજા દિવસે તિવારી અંગૂરીને બારી પર બેસીને કેળું ખાતી જુએ છે
અને તેના કર્મચારી ટિલ્લુ (સૈયદ સલીમ ઝૈદી) પર હુમલો કરતી જુએ છે, જેને લીધે તેને ચિંતા થાય છે. દરમિયાન વન અધિકારી કમિશનર (કિશોર ભાનુશાલી)ને ભૂતથી અભડાયેલા જંગલ માટે અધિકારી નિયુક્ત કરવાની વિનંતી કરે છે. હપ્પુ (યોગેશ ત્રિપાઠી) અને મનોહર (નીતિન જાધવ) કોઈક બેરોજગારોને જંગલમાં નિયુક્ત કરવા કમિશનરને કહે છે.
હપ્પુ વિભૂતિ (આસીફ શેખ)નો સંપર્ક કરે છે અને અનિતા (વિદિશા શ્રીવાસ્તવ) આ તક ઝડપી લેવા માટે તેની પર દબાણ કરે છે. દરમિયાન અંગૂરી તિવારીના ગ્રાહકો સામે પણ પશુ જેવું વર્તન ચાલુ રાખે છે, જેને લીધે તિવારી ગભરાઈ જાય છે. તે અનિતા પાસે મદદ માટે જાય છે, જે તેને ડોક્ટર પાસે લઈ જાય છે.
ડોક્ટર એવી સલાહ આપે છે કે અંગૂરીની અંદરના પશુને જોડીદારની જરૂરત હોવાથી તિવારીને પણ પશુ જેવું વર્તન કરવાની સલાહ આપે છે, તિવારી વાનર જેવો પહેરવેશ ધારણ કરે છે અને બીજા દિવસથી વાનર જેવી હરકતો શરૂ કરે છે અને વિભૂતિ હવે વન અધિકારી હોઈ તેને બંધ કરી દે છે. તિવારી કઈ રીતે છટકી શકશે?”