Western Times News

Gujarati News

મોડી રાત્રે સુરત અને સુરેન્દ્રનગરમાં બાઈક અકસ્માતની બે ઘટના

એક રાતમાં બે બાઈક અકસ્માતમાં પાંચ યુવકોનો ભોગ લેવાયા

બંધ પડેલા ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા બાઈક સવાર ૩ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે,સુરતના ઓલપાડ-સરસ રોડ પર બે બાઇક સામસામી અથડાઈ

અમદાવાદ,ગુજરાતમાં રવિવારની રાત્રે અલગ અલગ ૨ જિલ્લામાં અકસ્માતની ઘટનામાં ૫ યુવકોના મોત નિપજ્યા છે. સુરેન્દ્રનગર અને સુરતમાં બાઈક અકસ્માતમાં ૫ યુવકોના જીવ ગયા છે. તો અન્ય ૩ યુવાનો ઈજાગ્રસ્ત થયા છે. સુરેન્દ્રનગરના કડું નજીક ગમખ્વાર અકસ્માતમાં ઘટના સ્થળે ૩ યુવકોના મોત નિપજ્યાં છે. બંધ પડેલા ટ્રક પાછળ બાઈક ઘૂસી જતા બાઈક સવાર ૩ યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે.

૩ યુવકો કડુંથી લખતર ખરીદી કરવા માટે આવી રહ્યા હતા અને તેમની બાઈક બંધ પડેલા ટ્રકની પાછળ બાઈક ઘૂસી હતી. જેમાં ત્રણેય યુવકોના મોત નિપજ્યા હતા. અકસ્માતમાં મૃત્યુ પામનાર તમામ યુવકો કડું ગામના વતની છે. લખતર પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. હાલમાં મૃતક યુવકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ૧૦૮ મારફતે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

સુરતના ઓલપાડ-સરસ રોડ પર બે બાઇક સામસામી ભટકાઈ હતી. બે બાઈકની ટક્કર એટલી જાેરદાર હતી કે, આ ઘટનામાં બે યુવકોના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. તો અન્ય ૩ યુવાનો ઈજાગ્રસ્ત પામ્યા છે. ઈજાગ્રસ્ત યુવાનોને સારવાર અર્થે સુરત ખસેડાયા છે. સિદ્ધિનાથ મંદિરે દર્શનાર્થે આવેલા યુવકોને અકસ્માત નડ્યો છે. ઓલપાડ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

ત્રણેય યુવાન ખાનગી કંપનીમાં મજૂરીકામ કરતા હોવાનું સામે આવ્યું છે. આ મામલે ખતર પોલીસે મૃતકોની લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. જે આઇશર ટ્રક સાથે બાઇકની ટક્કર થઈ હતી તેનો નંબર GJ16X 8146 છે. જે બાઇક આઇશર ટ્રકની પાછળ ઘૂસી ગયું હતું તેનો નંબર GJ20AF 5422 છે. બાઇકની પાછળ “દિવ્યા” લખેલું જાેવા મળ્યું હતું. અકસ્માતનો બીજાે બનાવ સુરત જિલ્લામાં થયો છે. ઓલપાડથી વડોલી રોડ પર અકસ્માત થયો છે. આ અકસ્માત રોડ પર રખડતા ઢોરને કારણે થયો છે.

જેમાં એક સ્વિફ્ટ કારની ટક્કર રોડ પર રખડી રહેલા આખલા સાથે થઈ હતી. સ્વિફ્ટ કાર સાથે ટક્કર બાદ પાછળ આવતી અન્ય એક કાર સાથે આખલો અથડાયો હતો. ટક્કર એટલી જાેરદાર હતી કે કાર રોડ પર પલટી મારી ગઈ હતી. સદનસિબે આ બનાવમાં કોઈ જ જાનહાની થઈ નથી.

અકસ્માતનો વધુ એક બનાવ વડોદરા શહેર નજીક બન્યો છે. વડોદરા નજીક આવેલા વાઘોડિયાના અનખોલ બસ સ્ટેન્ડ પાસે રિક્ષામાં બેસી એક મહિલા જઈ રહ્યા હતા. આ દરમિયાન ગાય વચ્ચે આવી જતાં રિક્ષા પલટી ગઈ હતી. બનાવમાં મહિલાને ઈજા પહોંચી હતી. રોડ પર પટકાયા બાદ મહિલાના નાક અને કાનમાંથી લોહી નીકળવા લાગ્યું હતું, આ ઉપરાંત શરીર પર પણ ઈજા પહોંચી હતી. મહિલાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં સયાજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.