Western Times News

Gujarati News

બનાસકાંઠામાં આભ ફાટ્યું

પ્રતિકાત્મક

 ઠેર ઠેર તબાહીના દ્રશ્યો, પાલનપુર-આબુરોડ હાઇવે બંધ

બનાસકાંઠા જિલ્લામાં મેઘતાંડવના કારણે અનેક ગામડાઓ જળમગ્ન

ભારે વરસાદના કારણે પાલનપુરનો ગણેશપુરા આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે, નીચાણવાળા ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે

બનાસકાંઠા,ગુજરાતમાં હાલ સર્વત્ર ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે બનાસકાંઠા, કચ્છ અને પાટણના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. આ વચ્ચે બનાસકાંઠાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. કેડ સમા પાણી ભરાતા પાલનપુર-આબુરોડ હાઇવે ઉપર કેડ સમાં પાણી ભરાતા હાઇવે બંધ કરાયો છે. બનાસકાંઠા જિલ્લામાં ૨ દિવસથી સતત સાવર્ત્રિક વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને જિલ્લાના અનેક પંથકોમાં પાણી ભરાયા છે. ત્યારે આજે પાલનપુરમાં વહેલી સવારથી વરસેલા ધોધમાર વરસાદના કારણે પાલનપુર -આબુરોડ હાઇવે ઉપર કેડસમાં પાણી ભરાઈ જતા હાઇવે બેટમાં ફેરવતા હાઇવેના એક બાજુના માર્ગને બંધ કરી દેવાયો છે. તો બીજી બાજુના માર્ગ ઉપર ફક્ત મોટા વાહનોને જ પસાર થવા દેવામાં આવી રહ્યા છે.

હાઇવેના બંને બાજુના માર્ગો ઉપર પોલીસ ઉભી રખાઈ છે. જેથી નાના વાહનો હાઇવે પરથી પસાર ન થાય. જાેકે હાઇવે ઉપર પાણી ભરાતા ૫ કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગો છે. તો કોઇ વાહન ન ફસાય તો તેને નીકળવા માટે ક્રેન પણ તૈનાત કરાઈ છે. સાંતલપુરના અબીયાણા ગામ નજીક બનાસ નદીના ડીપમાં પણ પાણી આવી ગયુ છે. બનાસકાંઠામાં ભારે વરસાદને લઇ ડીપમાં પાણીનું વહેણ આવ્યું છે. અબીયાણા ગામથી ઉપરવાસના ૧૦ ગામો આ પાણીના ભારે વહેણને કારણે પ્રભાવિત થયા છે. ઉપરવાસના ૧૦ ગામોમાં જવાના રસ્તા પર બનાસ નદીના પાણી ફરી વળ્યાં છે. ઉપરવાસના ૧૦ ગામોના લોકોને અવર જવર કરવી મુશ્કેલ બની છે.

પાલનપુરમાં ધોધમાર વરસાદને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ભારે વરસાદના કારણે પાલનપુરનો ગણેશપુરા આંબાવાડી વિસ્તાર બેટમાં ફેરવાયો છે. નીચાણવાળા ઘરોમાં પાણી ઘુસી જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ઈકબાલ ગઢ ગામમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારમાં આવેલ ઘર પાણીમાં ડૂબ્યા છે. નાળીવાસ વિસ્તારના મોટા ભાગના ઘરો પાણીમાં ગરકાવ થયેલા દ્રશ્યો જાેવા મળી રહ્યાં છે. જિલ્લામાં હજુ ભારે વરસાદની શક્યતાના પગલે તંત્ર એલર્ટ છે. હવામાન વિભાગની આગાહીના પગલે બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે શહેરોમાં નીચાણ વાળા વિસ્તારોમાં અનેક જગ્યાએ પાણી ભરાયા છે. તેમજ ઘરોમાં પણ પાણી ઘૂસ્યા છે અને લોકોના ઘર વખરીને નુકસાન થવા પામ્યું છે.

તેમજ જિલ્લાના અનેક ગામડાઓમાં પાણી ભરાયા છે ઘરોમાં પણ ચાર ચાર ફૂટ વરસાદી પાણી ઘૂસી ગયું છે તેમજ ખેતરો પણ બેટમાં ફેરવાયા છે. જિલ્લાના અનેક માર્ગો માં પાણી ભરાતા માર્ગો પણ બંધ થવા પામ્યા છે થરાદ ડીસા હાઈવે પર આવેલ રામપુરાથી દામાં નજીક ભારે વરસાદના કારણે રસ્તો બંધ કરાયો છે તેમજ અતિભારે વરસાદને પગલે ડીસા તાલુકાના નીચે મુજબના રસ્તાઓ ઓવેરટોપિંગના લીધે હંગામી ધોરણે વાહન વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. ભીલડી – બલોધર રોડ, ભીલડી – નેસડા – પેપળુ રોડ, નેશનલ હાઇવે થી ઘટનાળ રોડ, સ્ટેટ હાઇવે થી ઘટનાળ રોડ, નવી ભીલડી થી જુના નેસડાથી ઘટનાળ મોટી રોડ, પાલડી – વડલાપુર રોડ, કંસારી – શેસુરા રોડ, ગુગળ એપ્રોચ રોડ, પેપરાળ – ગણતા રોડ, લાખણી, ગોઢ થી છત્રાલા રોડ. ભારે વરસાદના લીધે બંધ કરાયા છે. ભારે વરસાદના કારણેદિયોદરના ગામડાઓ બેટમાં ફેરવાયા છે બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં તારાજીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે ભારે વરસાદના કારણે વરસાદી પાણી ખેતરમાં ફરી વળતાખેડૂતોને મોટું નુકસાન થવા પામ્યું છે

અને ગ્રામીણ વિસ્તારમાં ભારે વરસાદના કારણે લોકો ફસાયા છે લોકોના ઘરમાં પાણી ઘૂસવાના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે તેમજ ખેતરોમાં પાણી ફરી મળતા મોંઘા દાઢ બિયારણ લાવી લાખો રૂપિયાના ખર્ચે કરેલી ખેતીમાં પણ મોટું નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં બે દિવસથી પડી રહેલા ભારે વરસાદના કારણે સમગ્ર જિલ્લાના ગ્રામીણ વિસ્તારમાં મોટું નુકસાન થવા પામી રહ્યું છે. તેમજ લોકો ભારે વરસાદના કારણે જાતે ઊચાણ વાળા સ્થળો પર જઈ રહ્યા છે.

વરસાદના કારણે બનાસ નદીમાં પુષ્કળ પાણી આવતા દાંતીવાડા ડેમ ભરાઈ જવાની શક્યતાઓ છે. ભારે વરસાદના પગલે નદીના કાંઠાના વિસ્તારના ખેડૂતો ખેતરમાંથી ખેતરો ખાલી કરી રસલામત સ્થળે જઈ રહ્યા છે. વાસડા, રાણપુર ગોળીયા, ભડથ, મહાદેવિયા સહિતનાખેડૂતોને એલર્ટ કરાયા છે.તેમજ બનાસકાંઠાના ડીસામાં વરસાદની તોફાની બેટિંગ ના કારણે અનેક ગામોસંપર્ક વિહોણા થયાછે. દામા પાસે રોડ પર પાંચ ફૂટ પાણી ભરાતા ૨૦ થી વધુ ગામોનો સંપર્ક તૂટી ગયાછે જેના કારણે વાહન ચાલકો? અને રાહદારીઓ ભારે મુશ્કેલીમાં મુકાયા છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.