નાસિકમાં એક કલાકમાં સતત ૩ ભૂકંપના ઝટકા
મુંબઈ, મહારાષ્ટ્રના નાસિકમાં મંગળવારે એક કલાકમાં ભૂકંપના ત્રણ આંચકા અનુભવાયા હતા. સારી વાત એ છે કે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી આ આંચકાઓમાં કોઈ નુકસાન થયુ નથી. પરંતુ એક કલાકમાં જ ત્રણ ભૂકંપના આફ્ટરશોક્સે લોકોને ભયભીત કરવાનુ કામ ચોક્કસપણે કર્યુ.
આ ભૂકંપનુ કેન્દ્ર નાસિક વેધશાળાથી ૧૬-૨૦ કિમી દૂર ડિંડોરી તાલુકામાં હતુ. પ્રથમ ભૂકંપનો આંચકો સાંજે ૬.૫૮ કલાકે, બીજાે ૯.૩૪ કલાકે અને ત્રીજાે ૯.૪૨ કલાકે અનુભવાયો હતો. રિક્ટર સ્કેલ પર તેમની તીવ્રતા ૩.૪, ૨.૧ અને ૧.૯ નોંધવામાં આવી હતી. ડિંડોરી ગામની આસપાસ પણ ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. જાે કે આ ભૂકંપમાં કોઈ જાન-માલનુ નુકસાન થયુ નથી.HS1MS