ગણેશ ચતુર્થીને ગણતરીનાં દિવસો બાકી :કારીગરો દ્વારા આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ
ગણેશ ચતુર્થીને ગણતરીનાં દિવસો બાકી : ગણેશજીની પ્રતિમાને કારીગરો દ્વારા આપવામાં આવી રહ્યો છે આખરી ઓપ.
(વિરલ રાણા) ભરૂચ,ગણેશ ચતુર્થીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે.ત્યારે ગણેશજીની પ્રતિમાને કારીગરો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.આ વખતે ગણેશ ભક્તો માટીની પ્રતિમા પર વધુ આકર્ષાયા છે.
થોડા જ દિવસમાં ગણપતિ બાપા મોર્યાના નાદ ઘરે ઘરે સાંભળવા મળશે.ત્યારે ગણેશજીની પ્રતિમાને કારીગરો દ્વારા આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.
ભરૂચમાં છેલ્લા કેટલાક વર્ષથી માટીની પ્રતિમાનું વેચાણ કરતા વેપારીઓનું કહેવુ છે કે જેમ જેમ સમય બદલાઇ રહ્યો છે. તેમ તેમ લોકો હવે માટીની ગણેશજીની પ્રતિમા લેવાનું પસંદ કરી રહ્યા છે. બજારમાં અલગ અલગ પ્રકારની માટીની પ્રતિમાં બજારોમાં આવી છે.
ભરૂચના શિવમ સોસાયટીમાં રહેતા દિવ્યેશ જગતાપ છેલ્લા ૧૦ થી ૧૨ વર્ષથી ઓર્ડરની ગણેશજીની માટીની પ્રતિમાઓ બનાવે છે.જોકે આ માટીની પ્રતિમાં બનાવવામાં વધુ સમય લાગે છે.જેથી લોકો છ મહિના પહેલાથી માટીની પ્રતિમાના ઓર્ડર આપી દેતા હોય છે.
દિવ્યેશભાઈ કંપનીમાં જોબ કરતા હોવા છતાંય ગણેશ ભક્તો માટે કંપનીમાંથી આવીને એક પણ મિનિટ વ્યર્થ કર્યા વગર ગણેશની પ્રતિમાંઓ બનાવી રહ્યા છે. તેઓનું કહેવુ છે કે જે પ્રમાણે પીઓપીને મુર્તિથી નદી પ્રદુષિત થાય છે.જેમ જેમ જાગૃતિ લોકોમાં આવી રહી છે તેમ તેમ હવે ૫૦ ટકા વધુ લોકો માટીની પ્રતિમા પસંદ કરે છે.