ભારતમાંથી ચોરીને ઈગ્લેન્ડ લઈ જવામાં આવેલા સાત શિલ્પ સરકારને પરત કરવાનો નિર્ણય
ટીપુ સુલતાનની તલવાર બ્રિટન ભારતને પાછી આપશે!!
(એજન્સી)લંડન, અંગ્રેજાેએ જયારે ભારતમાં રાજ કર્યુેં હતું એ વખતે ભારતમાંથી ચોરીને ઈગ્લેન્ડ લઈ જવામાં આવેલા સાત શિલ્પ ભારત સરકારને પરત કરવાનો બ્રિટીશ સરકારે નિર્ણય લીધો છે. ગ્લાસગોના મ્યુઝીયમમાં રાખવામાં આવેલા આ ભારતીય શિલ્પ અને કલાકૃતિઓ ભારતને પરત કરવામાં આવશે.
બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમીશ્ન્રની ટીમ તથા કેલ્વીનગ્રોથ આર્ટ ગેલેરી વચ્ચે કરવામાં આવેલા એક કરારને પગલે આ પ્રાચીન ચીજવસ્તુઓ ભારતને પાછી કરવામાં આવનાર છે. Britain to return seven artefacts including Tipu Sultan’s sword to India Britain has agreed to return seven statues and artefacts of historical importance stolen from India. These sculptures and works of art were housed in museums in Glasgow.
આમા દગડી શિલ્પ અને મૈસુરના શાસક ટીપુ સુલતાનના તલવારનો પણ સમાવેશ થાય છે. આ તલવાર હૈદરાબાદના મ્યુઝીયમમાં રાખવામાં આવી હતી પરંતુ ૧૯૦પમાં ત્યાંથી ચોરી લેવામાં આવી હતી.૧૯મી સદીમાં ભારતના વિવિધ મંદીરોમાંથી શિલ્પ અને કલાકૃતિઓ ચોરીને ઈગ્લેન્ડ લઈ જવામાં આવી હતી.
આમાંની અમુક પ્રાચીન ચીજવસ્તુઓ ૧૦૦૦ વર્ષ જેટલી જુની છે. અંગ્રેજાેએ ભારતમાં દોઢસો કરતાંય વધારે વર્ષો સુધી રાજ કર્યું હતું. ભારતને આઝાદી આપ્યા બાદ ભારતમાંથી અનેક મુલ્યવાન અને મહત્વપૂર્ણ ચીજવસ્તુઓ ચોરીને ઈગ્લેન્ડમાં લઈ જવામાં આવી હતી.
તેમાં દુનિયાના સૌથ્ મોટા અને મોઘા કોહીનુર હીરાનો પણ સમાવેશ થાય છે. અંગ્રેજાે છત્રપતી શિવાજી મહારાજની ભવાની તલવાર પણ ચોરી ગયા છે. હવે કોહીનુર હીરો અને ભવાની તલવાવર અને ભારતને કયારે પાછી મળે એની સૌ આતુરતાપૂર્વક રાહ જુએ છે.