Western Times News

Gujarati News

ચેન્નાઈને હરાવી ગુજરાત બન્યું ટેબલ ટોપર, મુંબઈના ખેલાડીઝે તેલુગુ વોરિયર્સને હરાવ્યું

પુણે,  શુક્રવારે મહાલુંગેમાં શ્રી શિવ છત્રપતિ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે અલ્ટીમેટ ખો ખોની પ્રથમ સિઝનમાં ચેન્નાઈ ક્વિક ગન્સને 6 પોઈન્ટથી હરાવીને ગુજરાત જાયન્ટ્સ ફરી એકવાર પોઈન્ટ ટેબલ ટોપર બની ગયું છે. જ્યારે  બીજી મેચમાં મુંબઈના ખેલાડીઝે તેલુગુ વોરિયર્સને 8 પોઈન્ટથી હરાવ્યું હતું.

ગુજરાતે જગન્નાથ દાસ (14 બોનસ પોઈન્ટ્સ)ના નેતૃત્વમાં  ડિફેન્ડર્સ કરીને  ચેન્નાઈને 50-44ના માર્જીનથી હરાવ્યું હતું. જ્યારે મુંબઈએ વઝીર દુર્વેશ સાલુંકે (14 પોઈન્ટ) અને અવેક સિંઘાને (8 પોઈન્ટ્સ)ના શાનદાર અટેક અને ડિફેન્ડર્સના (8 પોઈન્ટ)ને કારણે યોદ્ધાસને 54-46થી હરાવી લીગમાં તેમની બીજી જીત હાંસિલ કરી હતી.યોદ્ધાસ માટે અવધૂત પાટીલે 10, અરુણ ગુંકીએ 9 પોઈન્ટ બનાવ્યા હતા. સાત મેચમાં આ તેની ત્રીજી હાર છે.

વોરિયર્સે ટોસ જીતીને ડિફેન્સ કરવાનો નિર્ણય લીધો હતો.  જવાબમાં, મુંબઈએ પાવરપ્લેથી શરૂઆત કરીને 9-0ની સરસાઈ મેળવી હતી પરંતુ બીજી બેચમાં પ્રતીક વેકર (2.46 મિનિટ) અને અનુકુલ સરકાર (3.04 મિનિટ) યોદ્ધાઓ માટે ચાર બોનસ પોઈન્ટ મેળવવામાં સફળ રહ્યા હતા.  સતત ફાઉલ વચ્ચે યોદ્ધાસની ત્રીજી બેચ 1.58 મિનિટ રમી હતી અને ચોથી બેચ અણનમ રહી હતી.  ટર્નના અંત સુધીમાં મુંબઈ 22-4થી આગળ હતું.

જવાબમાં યોદ્ધસે 1.47 મિનિટમાં મુંબઈની પ્રથમ બેચને આઉટ કરી સ્કોર 13-22 કરી દીધો હતો.  ત્યારબાદ તેણે પાવરપ્લેનો આશરો લીધો કેપ્ટન વિજય હજારે (2.44 મિનિટ) અને એસ.  શ્રીજેશ મેટ પર હતો. ત્રીજી બેચના ગજાનન સેંગલ (2.36 મિનિટ)ને પણ બોનસ મળ્યું.  પ્રથમ હાફ 26-26ની બરાબરી પર રહ્યો હતો.

જવાબમાં, મુંબઈએ ત્રીજા ટર્નમાં 2.02 મિનિટમાં યોદ્ધાસની પ્રથમ બેચને આઉટ કરીને 33-26ની સરસાઈ મેળવી હતી.  ત્યારબાદ તેણે 1.56 મિનિટમાં બીજી બેચને આઉટ કરીને તેની લીડ 39-26 સુધી લઈ લીધી. એ જ રીતે, તેણે ત્રીજી બેચને 1.43 મિનિટમાં આઉટ કરીને 47-26ની લીડ મેળવી હતી.  આ ટર્નના અંત સુધીમાં સ્કોર 50-26 હતો.

યોદ્ધાઓએ વળતા પ્રહારને મુંબઈની પ્રથમ બેચને 1.31 મિનિટમાં આઉટ કરીને સ્કોર 34-50 કર્યો હતો.  બીજા બેચમાં સામેલ કેપ્ટન હજારે (2.46 મિનિટ) અને અભિષેક પાથોડે (3.06 મિનિટ)એ ટીમને બોનસ અપાવ્યું હતું.  હજારેના આઉટ થયા બાદ પાથોડેએ બીજો બોનસ લીધો હતો.  હવે સ્કોર 54-40 હતો અને વોરિયર્સની જીતવાની તકો પૂરી થઈ ગઈ હતી.

આ પહેલા ગુજરાતે ચેન્નાઈ સામે 50-44થી જીત નોંધાવી હતી. સાત મેચમાં ગુજરાતની આ પાંચમી જીત છે અને તેના ખાતામાં 17 પોઈન્ટ છે.  ચેન્નાઈની સાત મેચોમાં આ ચોથી હાર છે.  તેઓ છ ટીમના ટેબલમાં નવ પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે.  જગન્નાથે (3.42 મિનિટ) અદ્ભુત ડિફેન્સ બતાવીને ગુજરાતને ત્રીજા ટર્નમાં છ બોનસ પોઈન્ટ આપ્યા હતા.

અગાઉ, સાગર પોટદાર (2.51 મિનિટ) અને નિલેશ પાટીલ (3.06 મિનિટ) એ તેને પ્રથમ બેચમાંથી ચાર બોનસ પોઈન્ટ મેળવ્યા હતા જ્યારે પાવરપ્લેમાં અભિનંદન પાટીલ (3.03 મિનિટ) એ પણ તેને ચાર બોનસ પોઈન્ટ મેળવ્યા હતા. ડિફેન્સમાં સુયશ ગરગેટે ગુજરાત માટે સૌથી વધુ 8 પોઈન્ટ બનાવ્યા જ્યારે રંજન શેટ્ટી અને અક્ષય ભાંગરેએ 7-7 પોઈન્ટ લીધા જ્યારે અમિત પાટીલે ચેન્નાઈ માટે સૌથી વધુ 10 પોઈન્ટ બનાવ્યા.  અમિત (3.12 મિનિટ) એ અગાઉ રામજી કશ્યપ (2.41 મિનિટ) સાથે મળીને ટીમને ચાર બોનસ પોઈન્ટ મેળવ્યા હતા.

ગુજરાતે ટોસ જીતીને ડિફેન્સ કરવાનો નિણર્ય લીધો હતો.  પ્રથમ ટર્નમાં સારી શરૂઆત કરી અને બોનસ તરીકે 8 પોઈન્ટ લીધા.  પ્રથમ બેચે  ચાર પોન્ટ લીધા હતા. જ્યારે બીજી બેચે તેને પાવરપ્લેની મધ્યમાં વધુ ચાર બોનસ પોઈન્ટ્સ મેળવ્યા હતા. આ ટર્નથી ચેન્નઈને ડિફેન્સની મદદથી 19 પોઈન્ટ મળ્યાં હતાં

જવાબમાં ગુજરાતે પ્રથમ બે બેચ ચેન્નાઈમાં પાછળ રાખીને 21-19ની લીડ મેળવી હતી.  ગુજરાતે પછી પાવરપ્લેમાં મદનને પ્રારંભિક વોક આપ્યો પરંતુ અમિત પાટીલ (3.12 મિનિટ) અને રામજી કશ્યપ (2.41 મિનિટ) ટીમને ચાર બોનસ પોઈન્ટ અપાવવામાં સફળ રહ્યા.  પ્રથમ હાફ પછી સ્કોર 26-23 ગુજરાતની તરફેણમાં હતો.

ત્રીજા  ટર્નમાં, જગન્નાથે (3.42 મિનિટ) શાનદાર ડિફેન્સ કરીને ગુજરાતને છ બોનસ પોઈન્ટ આપ્યા હતા.  આ 6 પોઈન્ટ ગુજરાતને ફરીથી લીડ પર લાવ્યા છે.  ચેન્નઈએ જોકે ટર્નના અંત સુધીમાં 42-32ની સરસાઈ મેળવી લીધી હતી.  ત્યારબાદ 2.21 મિનિટમાં ચેન્નાઈની પ્રથમ બેચને આઉટ કર્યા બાદ ગુજરાતે સ્કોર 38-42 બનાવ્યો અને પછી પાવરપ્લેની મધ્યમાં રામ મોહન (2.40 મિનિટ)ના બેચ બોનસ છતાં તેમની જીત નિશ્ચિત થઈ ગઈ.

છ ટીમો – ચેન્નાઈ ક્વિક ગન્સ, ગુજરાત જાયન્ટ્સ, મુંબઈ ખિલાડિયર્સ, ઓડિશા જગરનોટ્સ, રાજસ્થાન વોરિયર્સ અને તેલુગુ વોરિયર્સ ભારતની પ્રથમ ફ્રેન્ચાઈઝી આધારિત ખો ખો લીગની પ્રથમ સિઝનમાં ભાગ લઈ રહી છે.

અલ્ટીમેટ ખો ખોને અમિત બર્મન દ્વારા ખો ખો ફેડરેશન ઓફ ઈન્ડિયાના સહયોગથી પ્રમોટ કરવામાં આવે છે.
ભારતની પ્રથમ ફ્રેન્ચાઇઝી આધારિત ખો-ખો લીગની ફાઇનલ 4 સપ્ટેમ્બરે રમાશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.