કરણ સહિતના કેટલાક નજીકના ફિલ્મમેકર્સે કામ આપવાનું બંધ કરતાં અનુપમ દુઃખી

મુંબઈ, અનુપમ ખેર, જેઓ તેમની છેલ્લી ફિલ્મ ધ કાશ્મીર ફાઈલ્સને બોક્સઓફિસ પર મળેલી જબરદસ્ત સફળતાને એન્જાેય કરી રહ્યા છે, તેમણે હાલમાં તે ફિલ્મમેકર્સ વિશે વાત કરી હતી, જેઓ ભૂતકાળમાં તેમને ફેવરિટ ગણતા હતા અને હવે એક પણ ફિલ્મમાં કાસ્ટ કરી રહ્યા નથી.
હું આજે મેઈનસ્ટ્રીમ સિનેમાનો ભાગ નથી. ના હું નથી. હું કરણ જાેહરની ફિલ્મ નથી કરી રહ્યો. હું સાજિદ નાડિયાદવાલાની કોઈ ફિલ્મ નથી કરી રહ્યો, હું આદિત્ય ચોપરાની ફિલ્મ નથી કરી રહ્યો, કારણ કે તેમના તરફથી ઓફર આવી રહી નથી. હું એક સમયે આ લોકોનો પ્રિય હતો.
મેં દરેકની ફિલ્મમાં કામ કર્યું હતું. મને કાસ્ટ ન કરવા માટે હું તેમને દોષ નથી આપી રહ્યો. પરંતુ તેઓ મને તેમની ફિલ્મમાં ન લઈ રહ્યા હોવાથી, મને નવો માર્ગ મળ્યો છે જ્યાં મેં કનેક્ટ નામની તેલુગુ ફિલ્મ કરી, મેં બીજી તેલુગુ ફિલ્મ ‘ટાઈગર નાગેસ્વરા રાવ કરી.
આ સિવાય મેં સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘ઉંચાઈ’માં કામ કર્યુ, તેમ તેમણે ટાઈમ્સ નાઉ નવભારતને આપેલા ઈન્ટરવ્યૂમાં કહ્યું હતું. આગળ વાત કરતાં અનુપમ ખેરે ઉમેર્યું હતું કે, ‘નહીં તો હું એક જગ્યાએ બેસીને કહી શકત કે ‘અરે યાર મારા મિત્રો જે મારા આટલી નજીક હતા એક સમયે, તેઓ હવે મને ફિલ્મોમાં નથી લઈ રહ્યા તો હું શું કરીશ, હું તો બર્બાદ થઈ ગયો’.
હા, મને તકલીફ થાય છે, દુઃખ થાય છે કે આ લોકો હવે મને લેતા નથી કારણ કે પહેલા તો હું તેમની તમામ ફિલ્મોમાં કામ કરતો હતો. પરંતુ તે ફરિયાદ નથી. મારા મનમાં તેમની વિરુદ્ધ કંઈ નથી. હું માત્ર એટલું કહી રહ્યો છું કે જ્યારે એક દરવાજાે બંધ થાય છે ત્યારે ઘણા અન્ય દરવાજા અને બારીઓ ખુલે છે.
હું એક્ટર તરીકે પોતાને વિકસિત કરી રહ્યો છું. જણાવી દઈએ કે, ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ માર્ચ મહિનામાં રિલીઝ થઈ હતી. જેમાં અનુપમ ખેર સિવાય મિથુન ચક્રવર્તી, પલ્લવી જાેશી તેમજ દર્શન કુમાર જેવા કલાકારો હતા. વિવેક અગ્નિહોત્રીએ ફિલ્મની કહાણી લખી હતી અને ડિરેક્ટ પણ કરી હતી. બોક્સઓફિસ પર કેટલાક રેકોર્ડ્સ તોડતાં ગણતરીના દિવસોમાં ૩૪૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. અનુપમ ખેર હવે સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘ઊંચાઈ’માં દેખાશે. જેમાં અમિતાભ બચ્ચન અને પરિણીતી ચોપરા પણ છે.SS1MS