Western Times News

Gujarati News

મેકર્સ દિશા વાકાણીના રિપ્લેસમેન્ટની શોધમાં છે

મુંબઈ, ટીવી સ્ક્રીન પર લાંબા સમયથી મનોરંજન પીરસતી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા દર્શકોના જીવનનો અભિન્ન અંગ બની ગઈ છે. ટીઆરપી ચાર્ટમાં હંમેશા પોતાનું સ્થાન ટકાવી રાખવામાં સફળ રહેલા આ શોને હાલમાં જ ૧૪ વર્ષ પૂરા થયા હતા.

જુલાઈ, ૨૦૦૮માં TMKOCની શરૂઆત થઈ ત્યારથી તેની કાસ્ટ ઘણી બદલાઈ ગઈ છે. નિધિ ભાનુશાળી (સોનુ), ભવ્ય ગાંધી (ટપ્પુ), ગુરુચરણ સિંહ (રોશન સોઢી), નેહા મહેતા (અંજલી મહેતા), મોનિકા ભદોરિયા (બાવરી) અને દિશા વાકાણી (દયાભાભી) સિવાય શૈલેષ લોઢા પણ ઘણા લાંબા સમયથી તેનો ભાગ નથી.

આ સિવાય ઘનશ્યામ નાટક અને કવિ કુમાર આઝાદનું નિધન થતાં તેમને પણ રિપ્લેસ કરવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા શૈલેષ લોઢાના બદલે મેકર્સે તારક મહેતાના રોલ માટે જૈનીરાજ રાજપુરોહિતને કાસ્ટ કર્યા હોવાના રિપોર્ટ્‌સ હતા. જાે કે, મેકર્સે વાત નકારી કાઢી હતી અને જ્યારે કોઈ નવો એક્ટર આવશે ત્યારે જણાવાશે તેમ કહ્યું હતું.

પિંકવિલા સાથે વાતચીત કરતાં નીલા ફિલ્મ પ્રોડક્શને તારક મહેતાના રિપ્લેસમેન્ટની ખબર ફગાવતા તેમ પણ કહ્યું હતું કે, ‘હાલ તેઓ ‘દયાભાભી’નું પાત્ર ભજવી શકે તેવી એક્ટ્રેસની શોધમાં છે. તેમનું ફોકસ માત્ર દયાના રિપ્લેસમેન્ટનો શોધવા પર છે. ત્યારબાદ જ બાકીના પાત્રો માટે રિપ્લેસમેન્ટ શોધાશે’. જણાવી દઈએ કે, દયાભાભીનું પાત્ર દિશા વાકાણી ભજવી રહી હતી.

જાે કે, પાંચ વર્ષ પહેલા મેટરનિટી લીવ પર ગયા બાદ તે પરત ફરી નથી. તે કમબેક કરતાં તેવા રિપોર્ટ્‌સ પણ તાજેતરમાં સામે આવ્યા હતા. પરંતુ તેણે બીજા સંતાનને જન્મ આપતા તે હવે શક્ય નથી. TMKOCના ફેન પેજ પરથી થોડા દિવસ પહેલા પ્રોડ્યૂસર આસિત મોદીનો વીડિયો શેર કરવામાં આવ્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે, ‘મેં પહેલા પણ કહ્યું હતું કે, હું બધાને સાથે જાેડીને રાખવા માગુ છું.

પરંતુ જે આવવા જ નથી માગતા, જેમનું પેટ ભરાઈ ગયું છે અને તેમને લાગે છે કે, અમે ઘણું કરી લીધું અને હવે આગળ કંઈક કરવું જાેઈએ તારક મહેતા પૂરતું સીમિત ન રહેવું જાેઈએ. જેમને આવું લાગે છે અને તે લોકો સમજવા નથી માગતા તેમ છતાં તેમને કહીશ કે એકવાર વિચારી લો. પરંતુ જાે નહીં આવે તો શો અટકશે નહીં. નવા તારક મહેતા જરૂર આવી જશે. જૂના તારક મહેતા આવશે તો પણ ખુશી થશે. મારો એક જ હેતુ છે કે અમારા દર્શકોને ચહેરા પર સ્મિત જળવાયેલું રહે’.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.