Western Times News

Gujarati News

નવેમ્બરમાં બીજા સંતાનને જન્મ આપશે રુચા હસબનીસ

મુંબઈ, રુચા હસબનીસ, જે ટીવી સીરિયલ ‘સાથ નિભાના સાથિયા’માં રાશિનું પાત્ર ભજવીને ઘર-ઘરમાં જાણીતી થઈ હતી, તે ખૂબ જ ઉત્સાહિત છે. તે તેના બીજા બાળકના આગમનની રાહ જાેઈ રહી છે.

એક્ટ્રેસ, જે અઢી વર્ષની દીકરીની મમ્મી છે તેણે અમારા સહયોગી ટાઈમ્સ ઓફ ઈન્ડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે ‘જ્યાં એક તરફ હું અને મારો પતિ રાહુલ દરેક સાથે આ ખુશખબરી શેર કરીને ખુશ છીએ, તો બીજી તરફ અમારી દીકરી રુહી તેના ભાઈ/બહેનની આતુરતાથી રાહ જાેઈ રહી છે.

તે તેના કઝિનની ખૂબ નજીક છે અને તેનું કહેવું છે કે, રમવા માટે તેની સાથે પણ ખૂબ જલ્દી ભાઈ કે બહેન હશે. પહેલું બાળક હોવાનો અનુભવ અને ઉત્સાહિત એકદમ અલગ જ હોય છે, પરંતુ રુચા હસબનીસનું કહેવું છે કે, તે આ પ્રેગ્નેન્સી વિશે પણ એટલી જ ઉત્સાહિત છે.

‘મારી પહેલી પ્રેગ્નેન્સી વખતે હું ખૂબ જ ખુશ હતી, પરંતુ હું ખૂબ નર્વસ પણ હતી કારણ કે હું હજી શીખી રહી હતી. પરંતુ હવે મને ખબર છે કે કેવો અનુભવ થાય છે અને તેથી નર્વસ નથી.

અગાઉ બીજું બાળક લાવવાનું અમારું કોઈ પ્લાનિંગ નહોતું કારણ કે, હું પોતે મારા માતા-પિતાનું એકમાત્ર સંતાન છું, તેથી હું જાણું છું કે એકમાત્ર બાળક હોવામાં કેટલી મજા આવે છે. પરંતુ મારા પતિને ભાઈ-બહેન છે અને તેણે કહ્યું હતું કે, જાે વધુ એક બાળક હશે તો આપણી દીકરી ખુશ થશે. તેથી, અમે બીજા બાળકનું પ્લાનિંગ કર્યું. હું પહેલાની જેમ જ મારા બીજા બાળક માટે પણ ઉત્સાહિત છું.

રુચાની ડ્યૂ ડેટ નવેમ્બરમાં છે અને આ વખતે તે કામ પર પરત ફરવા માટે સમય લેશે નહીં. તેણે ૨૦૧૫માં લગ્ન કર્યા હતા અને ત્યારથી તે ટીવીના નાના પડદા પરથી ગાયબ છે. ‘હું આ વર્ષે એક સ્ક્રિપ્ટ ફાઈનલ કરવાની હતી પછી મેં વિચાર્યું હતું કે રાહ જાેવી અને પછી કમબેક કરવું સારું રહેશે.

પરંતુ આ વખતે હું જલ્દી પાછી આવીશ. બધું કેવી રીતે મેનેજ કરવું તે હું જાણું છું ત્યારે તે અઘરું નહી રહે’, તેમ તેણે અંતમાં કહ્યું હતું. આશરે એક અઠવાડિયા પહેલા રુચા હસબનીસે એક પોસ્ટ દ્વારા ફેન્સ સાથે ગુડન્યૂઝ શેર કર્યા હતા.

તેણે દીકરીની તસવીર શેર કરી હતી, જે હાથમાં બ્રશ લઈને પેન્ટિંગ બોર્ડ પર કંઈક દોરી રહી હતી. બોર્ડ પર લખ્યું હતું ‘મોટી બહેન’. કેપ્શનમાં લખ્યું હતું ‘વધું એક બાળક આવી રહ્યું છે’. ઈન્ડસ્ટ્રીના ફેન્સે તેના પર અભિનંદનનો વરસાદ કર્યો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.