Western Times News

Gujarati News

બોશે અમદાવાદમાં બે નવા બ્રાન્ડ સ્ટોર્સ બોપલ અને બાપુનગરમાં લોન્ચ કર્યા

બી એચ એસ હોમ એપ્લાયન્સીસે અમદાવાદમાં બે નવા બોશ બ્રાન્ડ સ્ટોર્સ લોન્ચ કરીને ગુજરાતમાં હાજરી મજબૂત બનાવી

અમદાવાદ, બી એસ એચ હોમ એપ્લાયન્સીસે આજે ગતિશીલ અમદાવાદ શહેરમાં બોશ બ્રાન્ડના બે નવા સ્ટોર્સ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

બોપલ અને બાપુનગરના હાઈ ફૂટફોલ પાસે આવેલ સ્ટોર્સ, ફ્રી-સ્ટેન્ડિંગ કેટેગરીમાં રેફ્રિજરેટર્સ, વોશિંગ મશીન, ડ્રાયર્સ અને ડીશવોશર્સ તેમજ કુકીંગ હોબ્સ, હૂડ અને ઓવન  સહિત અત્યાધુનિક, જર્મન-એન્જિનીયર્ડ હોમ એપ્લાયન્સ બિલ્ટ-ઇન રેન્જમાં પ્રદર્શિત કરશે. .

બે નવા બોશ સ્ટોર્સના ઉદઘાટન અંગે તેમના વિચારો વ્યક્ત કરતાં,બી એસ એચ  હોમ એપ્લાયન્સ (ભારત અને સાર્ક)ના એમ ડી અને સીઈ ઓ નીરજ બહલે જણાવ્યું હતું કે, “અમદાવાદ, હોમ એપ્લાયન્સ બ્રાન્ડ્‌સ માટે સૌથી આશાસ્પદ બજાર તરીકે ઉભરી આવ્યું છે.

આ વર્ષે ઉત્સવના સમયગાળા પહેલાં બોપલ અને બાપુનગરમાં અમારા બે નવા બોશ હોમ એપ્લાયન્સીસ સ્ટોરના દરવાજા ખોલવા માટે અમે રોમાંચિત છીએ. આ મજબૂત રિટેલ હાજરી સાથે અમે શહેરમાં અમારા વધતા ગ્રાહક આધારને અમારા બિલ્ટ-ઇન તેમજ ફ્રીસ્ટેન્ડિંગ ઉત્પાદનોનો ભૌતિક અનુભવ પ્રદાન કરી શકીશું.

અમારી તકનીકી રીતે અદ્યતન, સૌંદર્યલક્ષી રીતે પ્રીમિયમ, હોમ એપ્લાયન્સિસ અને રાજ્યમાં તેના મજબૂત રિટેલ વિસ્તરણ યોજના સાથે ગુજરાતમાં અમારા ગ્રાહકોની જરૂરિયાતોને પૂર્ણ કરવાની ખાતરી  છે. અમે નવા સ્ટોર્સમાં ગ્રાહકોને આવકારવા માટે આતુર છીએ.”

બોશની મહત્વાકાંક્ષા એવી ટેક્નોલોજી બનાવવાની છે જે હંમેશા એક હેતુ પૂરો પાડી શકે. નવા સ્ટોર્સ ખોલવા સાથે, કંપની ૧૦૦% પરફોર્મન્સ, હોમ કનેક્ટ જેવી ટેક્નોલોજી સુવિધાઓ અને ગુણવત્તા સમાન શ્રેષ્ઠતા પ્રદાન કરતાં ઉપકરણો સાથે નવીન ઉપભોક્તા ટેક્નોલોજી સ્પેસમાં તેની અગ્રણી સ્થિતિને મજબૂત કરવા તૈયાર છે. બોશ હોમ એપ્લાયન્સીસ જીવનને દરરોજ થોડું સરળ બનાવવા માટે બુદ્ધિશાળી, ભરોસાપાત્ર અને આકર્ષક ઉકેલો પ્રદાન કરવા માટે સમર્પિત છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.